Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

માનસીક તનાવમાં રહેતા જામનગર કોર્પોરેશનના કર્મચારી અનિલ જેઠવાના મોતના કારણ અંગે તપાસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં ટેકસ બ્રાંચમાં ફરજ બજાવતા અનિલભાઈ છગનભાઈ જેઠવાનો મૃતદેહનો આજે બપોરે જૂની આરટીઓ કચેરી પાસેથી અવવારૂ જગ્યા એથી મળી આવે હતો અ બનાવ અંગે પોલીસને જાણ થતા સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા તેઓનું કયા સંજોગોમાં મૃત્યું નિપજયુ છે જે જાણવા માટે કાવયત હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનીલભાઈ પોતે છેલ્લા કેટલાક સમયથી માનસીક તણાવમાં રહેતા અને જયારે તેમના મોટાબેન હર્ષિદાબેન છગનભાઈ જેઠવા કે જઓ પણ તેઓની સાથે જ રહેતા અને બંને ભાઈ બહેન અપરણિત હતા હર્ષિદાબેનને તાણ આંચકીની બિમારી હોવાથી ગઈકાલે હર્ષિદાબેનનું મૃત્યું નિપજયું હતું ત્યાર પછી આજે નાના ભાઈ અનિલભાઈનું પણ રહસ્મય સંજોગોમાં મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે સમગ્ર મામલે સીટી એ ડિવીઝન પોલીસ ઉડાણપુર્વકની તપાસ ચલાવે છે.

સાસરીયાઓએ પરણિતાને મારમારી ઘરમાંથી કાઢી મુકી

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હંસાબેન ધર્મેન્દ્રભાઈ મુછડીયા એ ફરીયાદ નોંધાવી છેકે, તા.૧પ–ર–ર૦૧પ ના પાંચ માસ બાદ થી અવાર નવાર પતિ ધર્મેન્દ્રભાઈ મુળજીભાઈ મુછડીયા, સાસુ કમીબેન મુળજીભાઈ મુછડીયા, દિયર પિયુષભાઈ મુળજીભાઈ મુછડીયા, રે.લાલપુરવાળા એ ફરીયાદી હંસાબેનને ઘરકામ બાબતે મેણાટોણા તથા બીભત્સ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી માનસીક તથા શારીરીક દુઃખ ત્રાસ આપી ફરીયાદી હંસાબેનને ઘરેથી કાઢી મુકી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

સમાણા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા : એક ફરાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદીપભાઈ મેરામણભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, સમાણા ગામ સરકારી નિશાળ પાછળ, તળાવમાં ખુલ્લામાં આરોપી દાનાભાઈ ગોબરભાઈ બથવાર, રશીકભાઈ કરશનભાઈ રાઠોડ, વિજયભાઈ રામજીભાઈ મહીડા, રે. સમાણા ગામ વાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૦૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હરિશભાઈ વશરામભાઈ પરમાર ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા યુવાનનું મોત

લાલપુર તાલુકાના ઝાખર ગામે રહેતા ગંભીરસિંહ રામસંગ વાઘેલા, ઉ.વ.૩૬ એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર કિશોરસિંહ રામસંગ વાઘેલા, ઉ.વ.૪૬, રે. ઝાખર ગામ બસ સ્ટેન્ડની પાછળ વાળા ગઈ તા.રપ–૧–ર૦ર૧ નારોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યાના સુમારે પોતાના ઘરે હોય અને છાતીમાં દુઃખાવો તથા મુંજવણ થવા લાગતા સારવારમાં લઈ જતા મરણ થયેલ છે.

(1:17 pm IST)