Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અમરેલી શિવ રેસીડેન્સીમાં ૩ મકાનમાં ચોરીઃ પ૦ શકમંદો રાઉન્ડઅપ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૮ : અમરેલીમાં આવેલી શિવ રેસીડેન્સીમાં એક સાથે ત્રણ ઘરોમાંથી તસ્કરો મોટી રકમમનો હાથફેરો કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા પ૦ થી પણ વધુ શકમંદોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા.

આ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ અમરેલીમાં લીલીયા રોડ પર આવેલી શિવ રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા અને એક સાથે બાજુ બાજુમાં આવેલા ત્રણ મકાનોમાંથી મોટી રકમનો હાથફેરો કર્યો હતો. લોકો દ્વારા પોલીસને જાણ કરાતા અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ ઉપરાંત અમરેલી એલસીબી સહિતની  સંસ્થાઓ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં રહેતા પરપ્રાંતના પ૦ થી પણ વધુ શકમંદોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. શહેરમાં કેટલાક સમયથી તસ્કરોની રંઝાડના કારણે અનેક વિસ્તારોમાં લોકોએ જાતે જાગીને ઉજાગરા કરવા પડે છે. તે વચ્ચે એકી સાથે ત્રણ મકાનોના તાળા તોડીને મોટી રકમની ચોરી થતા લોકોમાં ગભરાટની લાગણી છે. જો કે આ ઘટનામાં હજુ સુધી પોલીસ મથકે એફઆઇઆર નોંધાઇ નથી.

અમરેલી એલસીબીના ઇન્ચાર્જ પો. ઇન્સ. શ્રી આર.કે. કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરીના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી ટીમે સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા હસન યુનુસભાઇ કાનજીભાઇને પકડી પાડેલ છે અને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૬૮, કિ. રૂ.ર૧,૮૦૦ તથા ટાટા ઇન્ડીગો કાર રજી.નં.જી.જે.૦ર.એ.પી.૮ર૮૦ કિ. રૂ.૧,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન ૧ કિં. રૂ.પ૦૦૦ મળી કુલ કિ. રૂ.૧,ર૬,૮૦૦નો મુદામાલ કબ્જે લીધો છે. પકડાયેલ શખ્સની પુછપરછ દરમિયાન આ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તેણે વિજય મનુભાઇ વસીયા રહે. મહુવા વાળા પાસેથી મેળવેલ હોવાનું અને નજમુદીન અબુભાઇ જાદવ રહે. સાવરકુંડલા, લીંબડી છે અને પકડવાના બાકી આરોપી તથા પકડાયેલ આરોપીને હસ્તગત કરવા તજવીજ હાથ ધરેલ છે.

મુંબઇ રહેતા મુળ નાના ભંડારીયા ગામના રવજીભાઇ કાનજીભાઇ નાસીત ઉ.વ.પ૦ અમરેલી નાના ભાંડારીયા મિત્રોને મળવા બાઇક નં.જી.જે.૧૪.એ.સી. ૬ર૧૦ લઇને જતાં હતા. ત્યારે પુરઝડપે અને બેફીકરાઇથી બાઇક ચલાવતા કાબુ ગુમાવતા બાઇક ખાળીયામાં પડી જતાં ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજયાની તેમના પત્નિ લીલીબેન નસીતે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

બંદુક સાથે ધરપકડ

નાગેશ્રીના કાગવદર ગામે સાવરકુંડલા નુરાનીનગરમાં રહેતા આફતાફ ઉર્ફે રઇસ નાસીર ચૌહાણ ઉ.વ.ર૧ને અમરેલી એસઓજી લોકરક્ષક હરપાલસિંહ ગોહિલે લાયસન્સ વગરની દેશી જામગરી બંદુક રૂ.પ૦૦ કિંમતની સાથે ઝડપી પાડયો હતો.

માર માર્યો

ચલાલાના માણાવાવ ગામની સીમમાં રાણાભાઇ વેજાભાઇ સોલંકી ઉ.વ.૬પ ને રાજુ નારણ સોલંકી, વિક્રમ નારાણ સોલંકી, આશિષ વિક્રમ સોલંકીએ ગાળો બોલી લાકડા વડે માર મારી ધમકી આપ્યાની ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે આશિષભાઇ વિક્રમભાઇ સોલંકી ઉ.વ.ર૧ને રાણા વેજા સોલંકી, દેવશી નંદાણીયા, રામ નંદાણીયાએ ગાળો બોલી ઢીકા પાટુનો માર માર્યાની ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ

નાગેશ્રીના ધોળાદ્રી ગામે રહેતા બાબુભાઇ એભલભાઇ ખુમાણ ઉ.વ.પ૦ને જુના મનદુઃખના કારણે પોતે માર ઢોરને અવેડે પાણી પીવડાવતા હતા. ત્યારે ભરત અમરૂ વરૂએ બાઇક ઉપર આવીને ગાળો બોલી પાઇપ વડે માર માર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:13 pm IST)
  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • કાલે કલેકટરના અધ્યક્ષપદે લેન્ડગ્રેબીંગ કમિટીની ત્રીજી બેઠક : કુલ ૪૦થી વધુ કેસો અંગે તપાસ ચાલુ : કલેકટર શ્રી રેમ્યા મોહને પત્રકારોને જણાવ્યુ હતુ કે કાલે બપોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટીની ત્રીજી બેઠક મળશેઃ આજ સુધીમાં ૪ કેસમાં ૧૧ આરોપી સામે સામે પગલા લેવાયા, હાલ હજુ ૪૦ કેસોની અરજી આવી છે... જે પ્રાંત તથા મામલતદાર લેવલે તપાસ ચાલુઃ કાલે નવા કેસો મુકાશે તે અંગે વિચારણા-તપાસ બાદ નિર્ણય લેવાશે access_time 2:59 pm IST

  • ખોટા સમાચાર ફેલાવવા બદલ પોતાનો પ્રોગ્રામ ન્યુઝ ચેનલે પ્રસારિત કરવાનું બંધ કરી દેતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ ઈન્ડિયા ટુડે ટીવી ન્યુઝ ચેનલ છોડી દીધી હોવાના અહેવાલ મળી રહ્યા છે. access_time 8:51 pm IST