Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ફરી ઠાર દેખાયો : ગિરનાર ૨.૬, નલીયા ૪, કેશોદ ૮, રાજકોટ ૯.૬ ડિગ્રી

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાયા : લઘુત્તમ તાપમાનનો પારો નીચે

રાજકોટ તા. ૨૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ઠાર દેખાતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે કડકડતી ઠંડીના કારણે શિયાળો બરાબરનો જામ્યો છે.

આજે વહેલી સવારના સમયે ગિરનાર પર્વત ઉપર ૨.૬ ડિગ્રી, કચ્છના નલીયામાં ૪ ડિગ્રી, કેશોદમાં ૮, રાજકોટમાં ૯.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

શિયાળાની કડકડતી ઠંડી જામતા લોકો ગરમ વસ્ત્રોના સહારે ઘરની બહાર નીકળે છે અને રાત્રીના રસ્તાઓ સુમસામ બની જાય છે.

જુનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : સોરઠમાં આજે પણ હાડ થીજાવતી ઠંડીએ માજા મુકી હતી. ગિરનાર પર્વત ખાતે આજે ૨.૬ ડિગ્રી તાપમાન રહેતા કાતિલ ઠંડી અનુભવાઇ હતી.

જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લા બે દિવસથી ઠંડીએ પગદંડો જમાવ્યો છે. આજે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૭.૬ ડિગ્રી રહેતા સમગ્ર વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે પણ ૨.૬ ડિગ્રી ઠંડી રહેતા સમગ્ર પર્વતીય વિસ્તાર ઠંડોગાર રહ્યો હતો.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહેવાના કારણે વહેલી સવારે ગાઢ ધુમ્મસનું પણ આક્રમણ થયું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૫ કિમીની રહી હતી.(૨૧.૧૬)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

ગિરનાર પર્વત

૨.૬

,,

નલીયા

૪.૦

,,

જુનાગઢ

૭.૬

,,

અમદાવાદ

૯.૯

,,

ડીસા

૮.૮

,,

વડોદરા

૧૧.૪

,,

સુરત

૧૨.૬

,,

રાજકોટ

૯.૬

,,

કેશોદ

૮.૦

,,

ભાવનગર

૧૧.૭

,,

પોરબંદર

૧૦.૫

,,

વેરાવળ

૧૩.૫

,,

દ્વારકા

૧૪.૦

,,

ઓખા

૧૮.૦

,,

ભુજ

૧૦.૭

,,

સુરેન્દ્રનગર

૧૨.૦

,,

ન્યુ કંડલા

૧૦.૮

,,

કંડલા એરપોર્ટ

૮.૮

,,

અમરેલી

૧૧.૮

,,

ગાંધીનગર

૮.૨

,,

મહુવા

૧૧.૧

,,

દિવ

૧૧.૨

,,

વલસાડ

૧૦.૦

,,

વલ્લભ વિદ્યાનગર

૧૦.૨

,,

(11:44 am IST)