Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ભાવનગર પંથકમાં બર્ડફલુનો પ્રથમ કેસ

મહુવાના ગુંદરણ ગામે રિપોર્ટ પોઝીટીવ આવતા દોડધામઃ ભાવનગર જીલ્લામાં ૧૦૧ મરઘા ઉછેર કેન્દ્રો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.ર૮ : ભાવનગર પંથકમાં બ્લડ ફલુનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં મહુવા તાલુકાનાં ગુંદરણ ગામે બ્લડ ફલુનો કેસ નોંધાયો છે. આ અંગેની જાણ થતા જ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. તેમજ જરૂરી પગલાઓ ભરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર જીલ્લામાં ૧૦૧ મરઘા ઉછેર કેન્દ્રો આવેલા છે. તે પૈકી ૯ર મરઘા ઉછેર કેન્દ્ર એકલા મહુવા જ આવેલા છે. મહુવાના મરઘા ઉછેર કેન્દ્રોની આરોગ્ય અધિકારીઓએ મુલાકાત લીધી છે.

(11:41 am IST)
  • ૪ ફેબ્રુઆરીએ ઓવૈસી ગુજરાતમાં : AIMIMના અધ્યક્ષ અસદુદીન ઓવૈસી ૪ ફેબ્રુઆરીએ ગુજરાત આવે તેવી શકયતાઃ અમદાવાદ અને ભરૂચ સહિતના જીલ્લાઓની મુલાકાત લેશેઃ પ્રદેશના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે. access_time 3:00 pm IST

  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST

  • રાત્રિના સમયે પશ્ચિમ યુપીના જુદા જુદા ભાગોથી ગાજીપુર બોર્ડર તરફ ખેડુતોનો ધસમસતો પ્રવાહ access_time 1:06 am IST