Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

મોરબીમાં બહેન-દીકરીઓની છેડતી કરીને યુવાનોને છરીના ઘા ઝીકનાર ચાર શખ્સોની ધરપકડ

મોરબીમાં બહેન-દીકરીઓની છેડતી કરીને યુવાનોને છરીના ઘા ઝીકનાર ચાર શખ્સોની ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૮ : શહેરના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગમાં બે દિવસ પહેલા ક્રિકેટ રમતા યુવાનો દ્વારા અન્ય શખ્સો જે બહેન દીકરીઓની છેડતી કરતા હતા અને મશ્કરી કરતા હતા તેને છેડતી અને મશકરી કરવાની ના પાડતા જેથી ઉશ્કેરાયેલા બે શખ્સોએ અન્ય ત્રણ શખ્સોને બોલાવીને ત્રણ યુવાનોને છરીના ઘા ઝીકયા હોવાથી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસ હુમલો કરનાર ચાર આરોપીને ઝડપી અને હુમલામાં ઉપયોગમાં લેવાયલા હથીયાર પણ કબજે કર્યા છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મયુર સોસાયટીની બાજુમાં આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા (ઉં. ૨૦) અને તેના મિત્ર દિપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ઝાલા અને શિવરાજસિંહ હરપાલસિંહ ઝાલા સહિતના મિત્રો કેસરબાગની અંદર ગત શુક્રવારે સાંજના સમયે ક્રિકેટ રમતા હતા ત્યારે આરોપી દેવાંગભાઈ વિજયભાઈ રાજપૂત અને તેનો મિત્ર બબુડો ત્યા બહેન દીકરીઓની મશ્કરી કરીને છેડતી કરતા હતા જેથી તે ક્રિકેટ રમતા યુવાનો બહેન દીકરીઓની છેડતી અને મશ્કરી કરતા રોકયા હતા જેથી તે વાત મશ્કરી કરનાર યુવાનોને સારી નહી લાગતા આરોપી દેવાંગે તેના અન્ય મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા જેથી અજાણ્યા ત્રણ શખ્સો ત્યા આવ્યા હતા અને દેવાંગ સહિતના પાંચ શખ્સોએ ફરિયાદી સહિતના યુવાનો સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી હતી અને ગાળાગાળી કરી હતી ત્યારબાદ બબુડો નામના શખ્સે ફરિયાદી સહિત ત્રણ વ્યકિતઓને છરીના ઘા ઝીંકી દીધા હતા જેની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી જેની તપાસ પી.એસ.આઈ રાજુભાઈ ગઢવી અને ઋતુરાજસિંહ જાડેજા ચલાવી રહ્યા હતા જેમાં પોલીસે જુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ ઘાંચી (ઉં.૨૨) પંચાસર રોડ, વિશાળ ભૂપતભાઇ કોળી રહે. કાલિકા પ્લોટ,ઇમ્તિયાઝ મહેબૂબભાઈ ઘાંચી (ઉં.૧૯) અને સિરાઝ સલિમભાઈ સંધિ (ઉં. ૨૦) મસ્જીદ પાછળ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે સાથે પોલીસે હુમલામાં વપરાયેલા છરી સહિતના હથીયાર કબજે કરવામાં આવ્યા છે.

(11:46 am IST)
  • દિલ્હીમાં અનુભવાયા ધરતીકંપના આંચકાઃ રિકટર સ્કેલ ઉપર ર.૮ની તીવ્રતા નોંધાઇ access_time 1:01 pm IST

  • કાલે કલેકટરના અધ્યક્ષપદે લેન્ડગ્રેબીંગ કમિટીની ત્રીજી બેઠક : કુલ ૪૦થી વધુ કેસો અંગે તપાસ ચાલુ : કલેકટર શ્રી રેમ્યા મોહને પત્રકારોને જણાવ્યુ હતુ કે કાલે બપોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટીની ત્રીજી બેઠક મળશેઃ આજ સુધીમાં ૪ કેસમાં ૧૧ આરોપી સામે સામે પગલા લેવાયા, હાલ હજુ ૪૦ કેસોની અરજી આવી છે... જે પ્રાંત તથા મામલતદાર લેવલે તપાસ ચાલુઃ કાલે નવા કેસો મુકાશે તે અંગે વિચારણા-તપાસ બાદ નિર્ણય લેવાશે access_time 2:59 pm IST

  • ખેડૂત આંદોલનકારીઓના કબજામાંથી હાઈવે ખુલ્લા કરાવવાનું શરૂ : યુપી પોલીસે પ્રથમ હાઈવે ખોલાવી નાખ્યો : ૪૦ દિવસથી બ્લોક કરવામાં આવેલ દિલ્હી-સહરાનપુર હાઈવે આજે ઉત્તર પ્રદેશ પોલીસે કિલયર કરાવી નાખ્યાનું જાણવા મળે છેઃ આમ ખેડૂત આંદોલનકારીઓ ઉપર આકરા પગલાં ભરવાનું શરૂ થઈ ગયું છે અને શુ પ્રથમ આજે ઉત્તર પ્રદેશની યોગી પોલીસે રોડ કિલયર કરાવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે access_time 11:26 am IST