Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

મોરબી લૂંટ પ્રકરણમાં ફરાર ત્રીજો આરોપી ઝડપાયો : વધુ એક ગુન્હો નોંધાયો

લૂંટમાં ગયેલ ૪ લાખની રોકડ પૈકી ૨.૭૪ લાખ રીકવર : કન્સ્ટ્રકશનના વેપારીને લૂંટવાના પ્રયાસનો ગુન્હો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૮ : અમરેલી ગામના પાટિયા પાસે વાહનચાલકોને રોકી છરી બતાવી લુંટ કરનાર શખ્સોએ સામે ગુન્હો નોંધી પોલીસે બે આરોપીને દબોચી લીધા હોય અને એક આરોપી ફરાર હતો જેને પણ ઝડપી લેવામાં સફળતા મળી છે તો લૂટારૂ ગેંગે કન્સ્ટ્રકશનના વેપારીને પણ છરી બતાવી જે કાઈ હોય તે આપી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જે વધુ એક ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર સદગુરુ સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા ભરતભાઈ કાનજીભાઈ ચાવડાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે ગત તારીખ ૧૭ ના રોજ રાત્રીના લગભગ બે વાગ્યાના અરસામાં તે કાર લઈને મોરબી કંડલા હાઈવે પરથી અમરેલી ગામ પાસેથી કારમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્રણ શખ્સોએ તેની કાર રોકી એક શખ્સે છરી બતાવી તો બીજા આરોપીએ જે કઈ હોય કાઢી આપ અને મારમારી કરી તો ત્રીજા આરોપીએ કારમાં તોડફોડ કરી હતી જે અગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી છે જેની વધુ તપાસ પી.આઇ. એમ.આર.ગોઢણીયા ચલાવી રહ્યા છે.

આ ટોળકી સામે ગત તારીખ ૨૨ ના રાત્રીના સમયે પણ લુટ કરવાનો ગુનો નોંધાયો હતો જે ફરિયાદ બાદ પોલીસે આશીફ રહીમભાઈ સુમરા અને આફતાલ જાકમાંભાઈને ઝડપી લીધા છે અને લૂંટમાં ગયેલ ૨.૭૪ લાખ રિમાન્ડ દરમીયાન રીકવર કર્યા છે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે દરમિયાન ફરાર આરોપી તોફીક ઉર્ફે નવાબ બોરીયો સિકંદર પમાં મેમણ નામના શખ્શને પણ દબોચી લેવાયો છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(11:35 am IST)