Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

જોડિયા હુન્નરશાળામાં પ્રજાસતાક પર્વની ઉજવણી :

જામનગર : સ્વાતંત્ર્ય સેનાની સ્વ.રંભાબેન ગણાત્રા (પુ.રંભાફૈબા) સંસ્થાપિત રાષ્ટ્રવાદી મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળામાં સ્વતંત્ર ભારતના ૭૨માં પ્રજાસત્તાક પર્વની ગરિમાપુર્ણ (કોવિડ-૧૯ ની ગાઇડ લાઇન મુજબ) ઉજવણી કરાઇ હતી. ધ્વજવંદન કાર્યક્રમમાં શ્રીમતી યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ધ્વજરક્ષક તરીકે કુ.ઉર્વશી ખીમજીભાઇ પારિયા ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રગીત, ઝંડાગીત, વંદેમાતરમનું તાલ સાથે તથા લયબધ્ધ રીતે સમુહગાન કર્યુ હતુ અને હોશભેર ઉલ્લાસપુર્વક કોમીનારા લગાવ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ધ્વજનિક કુ.માધુરી મહેન્દ્રભાઇ પરમારના પ્રવચનમાં રાષ્ટ્રના વિકાસ માટે એકતા અને સમર્પણની ભાવના સાથે કરવા હાકલ કરી હતી. હુન્નર શાળા તરફથી ધ્વજરક્ષકને જોડીયા મામલતદારશ્રી પી.કે.સરપદિયાના હસ્તે ધ્વજનીકને જોડીયા પીએસઆઇ, મહેન્દ્રભાઇ વાળાના હસ્તે તથા રાષ્ટ્રગીત, ઝંડાગીત વંદેમાતરમના વૃંદને જોડીયા ટીડીઓ માધુરીબેન પટેલના હસ્તે સંસ્થા તરફથી આ પર્વે ભાગ લેનાર દરેકને રોકડ પુરસ્કાર અપાયા. ઇશાળાના ઇન્ચાર્જ આચાર્ય મનહરભાઇ બુમતારીયા તરફથી સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઇ વર્માના હસ્તે ધ્વજનિકને સરપંચ નયનાબેન અશોકભાઇ વર્માના હસ્તે તથા રાષ્ટ્રગીત, ઝંડાગીત, વંદેમાતરમના  વૃંદને શાળાના ઇન્ચાર્જ આચાર્ય મનહરભાઇ બુમતારીયાના હસ્તે કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. પ્રજાસતાક પર્વ ઉજવણીની તસ્વીરો. (તસ્વીરો : રમેશ ટાંક, જોડીયા)

(11:31 am IST)