Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કેશોદમાં અનુ.જનજાતી પ્રમાણપત્રો અંગ્રેજીમાં આપવા આવેદન

કેશોદ : (કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદૅં કેશોદ તાલુકાના અનુસુચિત જનજાતી કેટેગરીના પંદરસોથી વધુ અરજદારોની સહીઓ સાથે દાસાભાઈ ખાંભલાની આગેવાનીમાં રબારી સમાજની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું.આવેદનપત્રમાં જણાવેલ કે અનુસુચિત જનજાતીના પ્રમાણપત્ર ગુજરાતીમાં આપવામાં આવેલછે જે પ્રમાણપત્રો જુદી જુદી સરકારી ભરતીઓમાં અંગ્રેજી ભાષામાં માંગવામાં આવેછે. જેના કારણે અનેક યુવાનોની નિમણૂક પછી વંચિત રહે છે. તેમજ જુદી જુદી સરકારશ્રીની યોજનાઓમાં પણ અંગ્રેજી પ્રમાણપત્ર માંગવામાં આવેછે. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન અંગ્રેજી પ્રમાણપત્ર આપવામાં નહી આવે તો રબારી જ્ઞાતી મંડળો દ્વારા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.આવેદન આપ્યું તે તસ્વીર.(તસ્વીર : કિશોરભાઇ દેવાણી, કેશોદ)

(11:31 am IST)
  • રાત્રિના સમયે પશ્ચિમ યુપીના જુદા જુદા ભાગોથી ગાજીપુર બોર્ડર તરફ ખેડુતોનો ધસમસતો પ્રવાહ access_time 1:06 am IST

  • કેરળમાં આજે સવારે ૨૪ કલાકમાં ૫૬૦૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં એકવીસસો નવા કેસ નોંધાયા છે જેમાં મુંબઈમાં ૪૩૪ કોરોના કેસ થયા છે: ગુજરાત દેશભરમાં સાતમા નંબરે, માત્ર ૩૫૩ કોરોના થયા છે: પશ્ચિમ બંગાળમાં પણ નજીવા ૨૩૪ કેસ: દેશભરમાં સર્વત્ર કોરોના કેસમાં એકધારો ઘટાડો નોંધાતો જાય છે: સૌથી ઓછા પુડુચેરીમાં ૨૪ અને હિમાચલમાં ૩૯ કોરોના કેસ આજે સવાર સુધીમાં નોંધાયા છે access_time 11:22 am IST

  • ખેડૂત આંદોલનકારીઓના કબજામાંથી હાઈવે ખુલ્લા કરાવવાનું શરૂ : યુપી પોલીસે પ્રથમ હાઈવે ખોલાવી નાખ્યો : ૪૦ દિવસથી બ્લોક કરવામાં આવેલ દિલ્હી-સહરાનપુર હાઈવે આજે ઉત્તર પ્રદેશ પોલીસે કિલયર કરાવી નાખ્યાનું જાણવા મળે છેઃ આમ ખેડૂત આંદોલનકારીઓ ઉપર આકરા પગલાં ભરવાનું શરૂ થઈ ગયું છે અને શુ પ્રથમ આજે ઉત્તર પ્રદેશની યોગી પોલીસે રોડ કિલયર કરાવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે access_time 11:26 am IST