Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ભાવનગર : સ્વામિનારાયણ વિદ્યાલયને શ્રેષ્ઠ શાળાનું સન્માન

ભાવનગર :  શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ચિત્રા , જી. આઈ.ડી.સીને જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થવા બદલ જિલ્લા કક્ષાના ૭૨મા પ્રજાસતાક પર્વની ભાવનગર ખાતેની ઉજવણીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને સાંસદ ડો. ભારતીબેન શિયાળ દ્વારા આચાર્યશ્રી બટુકભાઈ પટેલને રૂપિયા એક લાખ આપી અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી  વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રેષ્ઠ શાળાનું સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:28 am IST)
  • રાત્રિના સમયે પશ્ચિમ યુપીના જુદા જુદા ભાગોથી ગાજીપુર બોર્ડર તરફ ખેડુતોનો ધસમસતો પ્રવાહ access_time 1:06 am IST

  • વિરાટ, તમન્ના ભાટીયા અને અજુ વર્ગીસને કેરળ હાઇકોર્ટની નોટીસ : ક્રિકેટર વિરાટ કોહલીને ઓનલાઇન ગેમ્સ અંગે કેરળ હાઇકોર્ટની નોટીસ, અભિનેત્રી તમન્ના ભાટિયા,અને અજુ વર્ગીસને પણ નોટીસ મોકલાઇ, ઓનલાઇન ગેમ ( રમી) પર રોક માટે દાખલ અરજીના સંદર્ભે નોટીસ, ત્રણેય આ ગેમના બ્રાન્ડ એમ્બેસેડર છે access_time 11:47 am IST

  • યુપીમાં શશી થરૂર, રાજદીપ સરદેસાઈ, મ્રીનલ પાંડે અને કેરેવાન મેગેઝિનના સંપાદકો વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવવા અને કોમી હિંસા ભડકાવવા બદલ એફઆઈઆર નોંધાઈ access_time 10:03 pm IST