Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

મોરબી તાલુકા રામજન્મભૂમિ તિર્થ કાર્યાલયનો પ્રારંભ

મોરબી : રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણના નિધી સમર્પણ મહા અભિયાન અન્વયે મોરબી તાલુકાના કાર્યાલયનો મહેન્દ્રનગરના પ્રભુકૃપા ટાઉનશીપ ખાતે ગઈકાલે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો અને ભારતમાતા પૂજન પણ કરવામાં આવ્યું હતું. ઉદઘાટક તરીકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, નિર્મલ વિદ્યાલયના સંચાલક અને કારસેવક ગોવિંદભાઈ કલોલા, રાષ્ટ્રીય સ્વંયસેવક સંદ્ય મોરબી જીલ્લાના પ્રચારક સંતોષભાઈ દુબે અને જીલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયા, જીગ્નેશભાઈ કૈલા તથા મનસુખભાઈ આદ્રોજા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા ભાવેશ્વરીબેને રામમંદિર નિર્માણ અંગે આનંદ વ્યકત કરી આ અભિયાનને સફળ બનાવવા યોગ્ય સમર્પણ માટે આહવાન કર્યું હતું જયારે કારસેવક તરીકે અયોધ્યા ગયેલા ગોવિંદભાઈ કલોલાએ રામજન્મભૂમિના ઈતિહાસ, તે માટે કરેલા સંદ્યર્ષો અને વિવિધ કારસેવકોના બલિદાન અને તેઓના સંસ્મરણોને વાગોળ્યા હતા. ભાવેશ્વરીબેનના હસ્તે રામભકત કારસેવકો ગોવિંદભાઈ કલોલા, દેવકરણભાઈ આદ્રોજા, હરિભાઈ સાદરીયા અને રતીબાપા સહિતનાઓનું સન્માન સ્મૃતિ અર્પણ કરી તેઓનું વિશિષ્ટ સન્માન કરી આંદોલનમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રામમંદિર નિર્માણ માટે ગોવિંદભાઈ કલોલા દ્વારા રૂ. ૧,૧૧,૧૧૧૧, જીગ્નેશભાઈ કૈલા દ્વારા રૂ. ૧,૧૧,૧૧૧૧, રામજીભાઈ પીતાંબરભાઈ બોપલીયા દ્વારા રૂ. ૫૫,૫૫૫ અને ભાવેશ્વરીબેન દ્વારા રૂ. ૧૧૧૧ રાશી સમર્પણ કરવામાં હતી.તાલુકા કાર્યાલયનો પ્રારંભ થયો તે તસ્વીર.

(11:25 am IST)