Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

હળવદ તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માટે ભાજપમાંથી રાફડો ફાટ્યો : ૨૦ સીટો માટે ઉમેદવારી કરતા ૮૧ દાવેદારો

(દીપક જાની દ્વારા ) હળદવ,તા. ૨૮: તાલુકા પંચાયતની આગામી દિવસોમાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં હળવદ ભાજપ દ્વારા તાલુકા પંચાયત લડવા ઇચ્છુક દાવેદારોની શહેરમાં આવેલ શરણેશ્વર મંદિર ખાતે સેન્સ લેવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે ૮૧ દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી હતી આ તકે પ્રદેશ ભાજપ દ્વારા નિયુકત કરેલ નિરીક્ષકો તેમજ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ ,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ,હળવદ પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ સહિતના ઓ હાજર રહ્યા હતા. ટીકીટ વાંછુઓના નામ ટીકર તાલુકા પંચાયત સીટ મનસુખભાઈ પટેલ, પ્રદીપભાઈ પરમાર ,રમેશભાઈ ચાવડા, ઘનશ્યામ ગઢ તાલુકા પંચાયત સીટ અસ્મિતા બેન મકવાણા,ગૌરીબેન માકાસણા અજીત ગઢ તાલુકા પંચાયત સીટ રેખાબેન લોરીયા, જયશ્રીબેન ઝાલા ,મનિષાબેન સિણોજીયા,દયાબેન કુરિયા,સવિતાબેન રંભાણી ઈશનપુર તાલુકા પંચાયત સીટ ચેતનાબેન વાઘેલા,કરસનભાઈ પરમાર, બાલાભાઈ મકવાણા મયુર નગર તાલુકા પંચાયત સીટ હંર્ષાબા ઝાલા, કંચનબેન ચૌહાણ, જસુબેન ચૌહાણ કડિયાણા તાલુકા પંચાયત સીટ ભરતભાઈ કોળી,રમેશભાઈ પટેલ,જાલુ બેન કોળી,વજુભાઈ ખાંભળીયા, રમેશભાઈ ઝિંઝુવાડીયા, વરસીંગભાઇ, બાવલભાઈ કરોડીયા,રમેશભાઈ હડીયલ રાણેકપર તાલુકા પંચાયત સીટ મુકેશભાઈ બાબરીયા,અનિલભાઈ બાબરીયા ,જયેશભાઈ સોનગરા,ભરતભાઈ પંચાસરા ,વિરમભાઈ રાજપૂત, ભરતભાઇ રાજપૂત, બનેસંગ ભાઈ સોલંકી ઘનશ્યામપુર તાલુકા પંચાયત સીટ આ તાલુકા પંચાયતની સીટ આદિજાતિ અનામત હોય જેને લઇ એકપણ વ્યકિત દ્વારા દાવેદારી નોંધાવી નથી. રાતાભેર તાલુકા પંચાયત સીટ વલ્લભભાઈ કાલરીયા ,નિલેશભાઈ ગામી ,હમીરભાઇ ફુલપરા દિઘડીયા તાલુકા પંચાયત સીટ બળદેવભાઈ કાંજીયા,વસંતબેન રૂદાતલા રમલપુર તાલુકા પંચાયત સીટ  હેતલબેન નગવાડીયા,અસ્મિતાબેન વરમોરા જુનાદેવળીયા તાલુકા પંચાયત સીટ પ્રવીણભાઈ જોટાણીયા, પ્રાગજી ભાઈ કાલરીયા,પ્રવીણ ભાઈ સરવરીયા માથક તાલુકા પંચાયત સીટ મધુબેન ખડણીયા, બકુબેન પઢીયાર ,વસંતબેન કોળી સાપકડા તાલુકા પંચાયત સીટ જેન્તીભાઈ મકવાણા અને જશુભાઈ પરમાર ચરાડવા તાલુકા પંચાયત સીટ રતનબેન પઢીયાર, ગીતાબેન સોનગરા, કસ્તુરબેન પટેલ ચૂંપણી તાલુકા પંચાયત સીટ સોમીબેન ભરવાડ,ગૌરીબેન કોળી ,કેસુબેન ઓળકિયા,ચંદ્રિકાબેન વિઠલાપરા,જુઠીબેન કોળી કવાડીયા તાલુકા પંચાયત દેવેન્દ્રસિંહ ઝાલા, ભરતભાઈ કોળી ,ભરત લાભુ કોળી ,ધીરૂભાઈ પરમાર નવા દેવળિયા તાલુકા પંચાયત સીટ ગૌરીબેન કણજરીયા,રેખાબેન ગોરીયા, જોસનાબેન વરમોરા, પ્રફુલાબેન પટેલ ,પ્રભાબેન પટેલ,ચંદ્રિકાતભાઈ અઘારા રણછોડગઢ તાલુકા પંચાયત સીટ કિરણભાઈ ભરવાડ, લક્ષ્મીબેન સારલા ,નેહાબેન સિહોરા,વજુબેન કણજરીયા માલણીયાદ તાલુકા પંચાયત સીટ મનસુખ ભાઈ કણજરીયા,બળદેવભાઈ પરમાર,મનજીભાઈ દલવાડી,બળદેવભાઈ સુરેલા, રવજીભાઈ કુણપરા,મેરૂભાઈ જખવાડિયા,સંજયભાઈ ચાવડા,  જસમતભાઈ જખવાડિયા.

(10:02 am IST)
  • દિલ્હીમાં ગાઢ ધુમ્મસઃ કડકડતી ઠંડી access_time 3:00 pm IST

  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST

  • ગુજરાત ATS એ, બનાવટી દસ્તાવેજોની મદદથી 15 વર્ષથી અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા સરદારખાન પઠાણ તરીકે ઓળખાતા એક અફઘાન વ્યક્તિને ઝડપી લીધો છે. access_time 11:13 pm IST