Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક : ખરીદી બંધ કરાઈ

યાર્ડમા લાલ ડુંગળી ભરેલી ગાડીને પ્રવેશ મળશે નહીં.

 

મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની પોણા બે લાખ થેલીની બમ્પર આવક થઈ છે. જેના પગલે યાર્ડ સત્તાધીશોએ હાલ પુરતી લાલ ડુંગળીની ખરીદી બંધ કરી દીધી છે. અંગે યાર્ડ સત્તાધીશોએ ખેડૂત અને એજન્ટોને જાણ કરી છે. મહુવા યાર્ડ તરફથી લાલ ડુંગળીની ખરીદી અંગે હવે નવેસરથી તારીખ જાહેર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

ઉપરાંત મહુવા માર્કેટ યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ ડુંગળીની આવક વધી છે. તેમજ જ્યાં સુધી બીજી જાણ કરવામાં આવે ત્યાં સુધી લાલ ડુંગળી ભરેલી ગાડીને પ્રવેશ મળશે નહીં. કમીશન એજન્ટ ભાઈઓએ ગામડે ગાડી ભરવા મોકલવી નહિં તેમજ મંગાવવી નહીં. આમ છતા લાલ ડુંગળી આવશે તો તેની જવાબદારી ખેડૂત તથા કમિશન એજન્ટ ની રહેશે

(9:22 am IST)