Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સલામત સવારી !!:મોરબીના ગ્રામ્ય રૂટમાં ચાલતી ST ની બસમાં ડ્રાઈવર બાજુનો દરવાજો જ ગાયબ

એસટી ડ્રાઈવરે જીવના જોખમે તેની નિયત ટ્રીપ પૂરી કરી

મોરબી : સલામત સવારી એસટી અમારી એવા સ્લોગન આપતા એસટી નિગમનું નાક વાઢતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના ગ્રામ્ય રૂટમાં ચાલતી એસટી બસમાં ડ્રાઈવર બાજુનો દરવાજો જ ગાયબ જોવા મળ્યો હતો

   મોરબીથી કુંતાસી ગામ જતી બસ ગત તા. ૨૫ ના રોજ નિયત ટ્રીપમાં ગઈ હતી જોકે આ એસટી બસમાં ડ્રાઈવર સાઈડનો દરવાજો જ ગાયબ હતો દરવાજો તૂટેલો કે બંધ ના થાય તેવી સ્થિતિમાં નહિ પરંતુ દરવાજો જ ગાયબ હતો અને દરવાજા વિનાની બસમાં એસટી ડ્રાઈવરે જીવના જોખમે તેની નિયત ટ્રીપ પૂરી કરી હતી

  જોકે સલામત સવારીના દાવા કરતા તંત્રને એ યાદ રાખવું જોઈએ કે માત્ર મુસાફરો જ નહિ પરંતુ એસટી વિભાગમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાની જવાબદારી પણ તેને જ નિભાવવાની હોય છે બસના ડ્રાઈવરની સીટ પાસે દરવાજો જ ના હોય ત્યારે આ સવારી કેટલી જોખમી બને છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે

(11:32 pm IST)