Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સફેદ ચાદર

 શિયાળો એટલે વિદેશી પક્ષીઓના આગમનની ઋતુ અને શિયાળાની શરૂઆતથી જ દુર દુરથી શિયાળો ગાળવા જામનગર આવતા આ રૂપકડા પક્ષીઓ એટલે લડાખી ઘોમડા..જામનગરની મધ્યમાં આવેલ રણમલ તળાવ શિયાળામાં મીની પક્ષી અભ્યારણ બની જતું હોય છે. હજજારો કી.મી.નો પ્રવાસ કરી શહેરના આંગણે આવતા આ પક્ષીઓ વહેલી સવારથી જ તળાવની પાળને ગુંજતી કરી દે છે....અનેક નાનામોટા સૌ કોઇ આ પક્ષીઓને નિહાળવા અને તેને ખોરાક આપવા આવે છે. હજજારોની સંખ્યામાં સ્વૈરવિહાર કરી રહેલ ધોમળા(ગલ) ની આ આહલાદક તસ્વીર જાણે પાણી પર સફેદ ચાદર પાથરી હોય તેવું નયનરમ્ય દ્રશ્ય ખડું કરી દે છે.(તસ્વીરઃ-વિશ્વાસ ઠક્કર)

(3:31 pm IST)