Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

તાનાજી પ્રસારણ રોકવા બાબતે સુરેન્દ્રનગર કલેકટરને આવેદન

ઋષિવંશી સમાજના ધ્યાન ઉપર આવેલ તાજેતરમાં બનેલ ફિલ્મ તાનાજીમાં જે શબ્દો ઉચ્ચારાયેલ છે તે સંદિગ્ધ પ્રકારના અને પ્રથમ સાંભળનાર શ્રોતાને ગુજરાતી ભાષામાં બોલાતી અશિષ્ટ પ્રકારની ગાળો સમાન છે તેમજ તે સંવાદ માં છેલ્લે ઉચ્ચારવામાં આવતા શબ્દો પણ જનેતાને દેવામાં આવતી ગાળો સમાન છે. આથી તાત્કાલિક અસરથી ફિલ્મના સંવાદમાંથી સંબંધિત સીનને દૂર કરવામાં આવે. સાથોસાથ કોઈ પણ સમાજ માટે કે તેના આધાર ઉપર બનતી ફિલ્મો માટે ચોકકસ માર્ગદર્શિકાઓ સેન્સર બોર્ડ દ્વારા મુક૨૨ કરવામાં આવે જેથી ભારતીય સંસ્કૃતિ ને લૂણો લગાડતી ફિલ્મો બનતી અટકે અને રાજય અને દેશમાં અરાજકતા નો ઉદભવ અને આવી ફિલ્મને કારણે થતા આંદોલનો અને લોકોની તેમજ સરકારી, અર્ધસરકારી અને લોકભોગ્ય માલ મિલ્કતની નાશ થતા અટકે. આથી આ બાબતે તાકિદે આ ફિલ્મના ડાયરેકટર, પ્રસારણ અને પ્રચારક સામે કાર્યવાહી કરવા તમારા સમગ્ર સમાજની માંગ છે. આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા વાનંદ સમાજ ના આગેવાનો દવારા આવેદન આપી ને રજુઆત કરવા માં આવી હતી.ત્યારે જિલ્લા કલેકટરને આવેદન આપવા માટે જિલ્લાના યુવા વાણંદ સમાજના મહેશભાઈ અડલજા , કિશોર કંબોયા, દિલીપભાઈ, કે.ટી. મુજપરા,ઙ્ગ રાજુ ભાઈ ઢગલા વાળા વગેરે દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી આ સીન બાકાત કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.

(1:13 pm IST)