Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મોરબીના નટરાજ ફાટક પાસે ટ્રેનની હડફેટે ટાઇલ્સના વેપારી વિપુલભાઇ સેરસયાનું મોત

ઘર નજીક કોઇ કોૈટુંબીક ભાઇની કારમાંથી ઉતરી પાટા ક્રોસ કરતી વખતે કાળ ભેંટયો

રાજકોટ તા ૨૮  : મોરબી નજીક નટરાજ ફાટક પાસે ટ્રેનની ઠોકરે સરવડ ગામના ટાઇલ્સના વેપારીનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ માળીયા મિયાણાના સરવડ ગામમાં રહેતા અને ટાઇલ્સનો વેપાર કરતા વિપુલભાઇ મગનભાઇ સેરસીયા (ઉ.વ.૩૭) ગત તા. ૨૪ના રોજ તેના બે કોૈટુંબીક ભાઇઓ સાથે કારમાં મોરબીતી સરવડ જતા હતા ત્યારે મોરબીના નટરાજ ફાટક બંધ હોવાથી વિપુલભાઇના મોટા બાપુના દીકરાએ કાર ફાટક પાસે ઉભી રાખી હતી. વિપુલભાઇ અને કાકાના દીકરાનું ઘર ફાટક નજીક હોઇ, તેની બંને કારમાંથી ઉતરી પાટા ક્રોસ કરતા હતા ત્યારે કાકાનો દીકરો આગળ નીકળી ગયો હતો, તેવામાં ટ્રેન આવી જતાં વિપુલભાઇને ઠોકર લાગતા તે ફંગોળાઇ જતા તેને માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં ગઇ કાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ઇકબાલભાઇ અને રાઇટર પ્રદિપભાઇ કોટકે પ્રાથમીક કાગળો કરી મોરબી મોકલવા તજવીજ હાથ ધરી હતી.

(11:42 am IST)