Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા રવિવારે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ : ૧૫૬ કન્યા જોડાશે

મુખ્યમંત્રી સહિત સમાજના ભામાશાઓ ઉપસ્થિત રહેશે : વિઠ્ઠલભાઇ રાદડિયાના સપના પુરા કરતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા : ગુજરાતના લેઉવા પટેલ સમાજ આગેવાનો ઉમટી પડશે : રાત્રીના લોકડાયરો

ધોરાજી તા. ૨૮ : જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય જામકંડોરણા દ્વારા રવિવારના રોજ છઠ્ઠો સાહી સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં ૧૫૬ સમૂહ લગ્નોત્સવમાં લેવા પટેલની દીકરી પ્રભુતાના પગલા માંડશે. જેમને આશીર્વાદ દેવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલયના પ્રમુખ અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું કે કુમાર છાત્રાલય ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ છે. જેમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયાના સપનાને સાકાર કરાશે.

લેઉવા પટેલ સમાજના અગ્રણી એવા ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ, સુરતના ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરા, પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજય સરકારના મંત્રી આર.સી.ફળદુ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ગુજકોમાસોલ અમદાવાદના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ગુજરાત નગરપાલિકા બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સુરતના ધારાસભ્ય કાંતિભાઈ બલર, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, ગુજરાત રાજય બિન અનામત વર્ગ આયોગ ના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, કરન સુરતના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાણી, રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, કામરેજના ધારાસભ્ય ઝાલાવડીયા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ હિરપરા, સરદાર પટેલ દર્શન યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, અમદાવાદના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા, સુરત કતારગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, ઉદ્યોગપતિઓ નરેન્દ્રભાઈ ભાલાળા, સુરતના વલ્લભભાઈ ડાલીયા, બાદશાહ સુરતના જેન્તીભાઈ બાબરીયા, મુંબઈના ચતુરભાઈ ઠુંમર, નાથદ્વારાના રાજુભાઈ જેતપુર, શૈલેષભાઈ હિરપરા, જેતપુર ભાવિક વૈષ્ણવ, જેતપુર રાજુભાઈ માલવિયા, ઉકાભાઇ વોરા, ભુપતભાઈ બોદર, નાથદ્વારા દિનેશભાઈ કુંભાણી, અમદાવાદ અંબાવીભાઈ વામૈયા, વેલજીભાઈ વેકરીયા, નાથ દ્વારા ગગજીભાઈ સુતરીયા, પ્રમુખ સરદારધામ અમદાવાદ પરેશભાઈ ગજેરા, ઉપપ્રમુખ સરદાર ધામ અમદાવાદ રસિકભાઈ ગોંડલીયા, યુએસએના ડીકે સખિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજકોટ સહિતના લેઉવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

સમૂહ લગ્ન સમારોહ મુખ્ય દાતાશ્રી વસંતભાઇ ગજેરા લક્ષ્મી ડાયમંડ સુરત જેન્તીભાઈ બાબરીયા સુરત લવજીભાઈ ડાલીયા બાદશાહ સુરત ચેતનાબેન વિઠ્ઠલભાઈ રાદડિયા જામકડોરણા ભરતભાઈ ભાલારા મુંબઈ ચતુરભાઈ ઠુંમર મુંબઈ રાજુભાઈ હિરપરા જેતપુર શૈલેષભાઈ હિરપરા જેતપુર રાજુભાઈ માલવિયા જેતપુર ભાવિકભાઈ વૈષ્ણવ કૈલાશભાઈ વૈષ્ણવ જેતપુર સુરેશભાઈ રૈયાણી અરવિંદ ભાઈ રૈયાણી રાજકોટ સહિતના ભાષાઓનું સમૂહ લગ્નોત્સવમાં સન્માન કરાશે.

રવિવારના રોજ લેઉવા પટેલ કુમાર છાત્રાલય ખાતે યોજાશે. જેમાં બપોરે ૨.૩૦ કલાકે ૧૫૬ જાનનું આગમન થશે બપોરે ૩ તમામ વરરાજાનું સલમાન સાથે સામાન્ય થશે સાંજના ચાર કલાકે લેવા પટેલ સમાજના ભામાશા ઓનું સન્માન અને આશીર્વાદ પાસે આ સમારોહમાં વિજયભાઈ રૂપાણી તેમજ સરકારના મંત્રીશ્રીઓ તેમજ લેઉવા પટેલ સમાજના ભામાશા ઓ પ્રવચન કરશે ૫ હસ્તમેળાપ યોજાશે રાત્રિના ૬ ભોજન સમારંભ અને રાત્રીના ૮ કલાકે કન્યાવિદાય યોજાશે. આ સમયે સમૂહ લગ્નમાં લલીતાબેન ઘોડાદરા લગ્ન ગીત ગાશે.

૧૫૪ દંપતીઓને સમાજના ભામાશા દ્વારા રૂપિયા ૨૨૨૨ તેમજ ૧૦૮ કરિયાવર ની તમામ વસ્તુઓ લેઉવા પટેલ કન્યા છાત્રાલય અને લેવા પટેલ સમાજ દ્વારા દિકરીને કન્યાદાનમાં અર્પણ કરાશે

રાત્રીના ૯ કલાકે લોકડાયરાનું આયોજન કરેલ છે. જેમાં કિર્તીદાન ગઢવી, ફરીદા મીર, ગુજરાત ગઢવી માયાભાઈ આહીર, સુખદેવ ધામેલીયા, હરેશ કાવાણી સહિતના કલાકારો રમઝટ બોલાવશે.

જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય તથા હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેવા પટેલ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીશ્રીઓ જેમાં સંસ્થાના ગોવિંદભાઈ રાણપરીયા, ચેરમેન રાજકોટ ડેરી ખજાનચી વિઠ્ઠલભાઈ બોદર, ચેરમેન માર્કેટિંગ યાર્ડ જામકનોણા બાંધકામ શાખાના ચેરમેન મોહનભાઈ કથીરિયા, માનદ મંત્રી નિલેશભાઈ બાલકા, મહામંત્રી ધીરજભાઈ રામોલિયા, કુમાર છાત્રાલયના બાંધકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા, સહિતના તમામ ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

વિઠ્ઠલભાઈ રાદડિયાએ સમાજસેવાનું બીજ વાવી જતન કરી વટવૃક્ષ બનાવ્યું છે. ૨૭ જેટલી સંસ્થાઓ તેમજ જામકંડોરણા તાલુકાની તમામ ગામની ૪૦થી વધુ સંસ્થાઓના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, પ્રમુખો વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:42 am IST)