Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

માણાવદરમાં સોરઠ જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે મંત્રી બાવળીયાએ ત્રિરંગાને સલામી આપી

સરકારે યુવાનો ખેડૂતો,બહેનો, માતાઓ, સૌકોઇના આર્થિક ઉત્કર્ષ માટે નિર્ણય લીધા છે : મંત્રીશ્રી

જૂનાગઢ તા.૨૮ : સોરઠના જિલ્લા કક્ષાના પ્રજાસત્ત્।ાક પર્વની માણાવદર સ્થિત સરકારી હાઇસ્કુલના પટાંગણમાં ગરીમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ત્રિરંગાને સલામી આપી જિલ્લા કલેકટર ડાઙ્ખ.સૌરવ પારદ્યી અને જિલ્લા પોલીસ વડાશ્રી સૌરભ સિંદ્ય સાથે ખુલ્લી ઝીપમાં માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યુ હતું.

દેશની આઝાદીમાં કુરબાની આપનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ઘાસુમન અર્પણ કરી મંત્રીશ્રી કુંવરજીભાઇએ રાજય અને રાષ્ટ્રનાં વિકાસમાં સૌને સહભાગી થવા અનુરોધ કરી કહ્યુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩૭૦મી કલમ નાબુદ કરી સરદાર વલ્લભભાઇ પટેલનું સ્વપ્ન સાકાર કર્યુ છે. આજે કાશ્મીર થી કન્યાકુમારી સુધી હિન્દુસ્તાન એકસૂત્રમાં બંધાયુ છે.

નાગરિકતા સંશોધન વિધેયક ૨૦૧૯ સંસદના બન્ને ગૃહમાં પસાર કરાવી ભાતીગળ ભારતની પરિભાષાને વધુ સમૃદ્ઘ કરી વર્ષોથી વસવાટકર્તાઓને નાગરિકત્વનો અધિકાર હાલની કેન્દ્ર સરકારે આપ્યો છે, તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યુ કે, કેટલાંક લોકો આ નિર્ણયના વિરોધમાં લોકોને ઉશ્કેરી રાષ્ટ્રની સંપતિને નુકશાન પહોંચાડી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યુ કે, રાષ્ટ્રની સંપતિતે નુકશાન કરતા મુઠ્ઠીભર તકવાદીઓને ગુજરાત અને ભારતના સમજુ નાગરિકો બરાબર ઓળખી ગયા છે. ખરેખર તો આ વિધેયક રાષ્ટ્રના નવસર્જનમાં એક માઇલસ્ટોન બનીને ઉભરી આવશે. આ કાયદો ભારતમાં વસતા કોઇપણ નાગરિકની નાગરિકતા છીનવવા માટે નથી.

વર્તમાન સમયમાં ગુજરાત વિકાસનુ રોલ મોડેલ બનીને ઉભરી આવ્યુ છે તેમ જણાવી શ્રી બાવળીયાએ કહયુ કે, વર્તમાન સરકારના જનહિતકારી નિર્ણયો અને તેના નક્કર અમલીકરણથી સુશાસનની પ્રતિતી જન-જનને થઇ રહી છે. સરકાર લોકોની પડખે ઉભી રહી રાજયના ખેડૂતો, યુવાનો, વંચિતો, વનબંધુઓ, બહેનો, માતાઓ સૌ કોઇના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે આ સરકારે દ્રઢતાપૂર્વક સંવેદનશીલ નિર્ણયો લીધા છે, તેની અસરકારક અમલવારી કરી છે.

પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણી નિમિત્ત્।ે મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ શ્રી લાભશંકર દવે અને કનકભાઇ ઉપાધ્યાયનુ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા દેશ ભકિત પર સાંસ્કૃતિક કાર્યક્રમ, સરકારી વિભાગોના ટેબ્લો, માર્ચ પાસ્ટને બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવ્યા હતા.

આ પ્રસંગે માણાવદર તાલુકાના વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેકટરને રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ તકે જિલ્લા હોમગાર્ડના મુળજીભાઇ સોંદરવા, જીતેન્દ્રલાલ, મહંમદયુસુફ કુરેશી, એમ્બ્યુલન્સ સેવાના અરૂણાબેન કોરડીયા, ચંદ્રેશ વડાલીયા, ડાઙ્ખ.હંસરાજ કુલદિપ, ચંદ્રકાંત ઠાકોર, ડાઙ્ખકટરી સેવામાં ડાઙ્ખ.શિલ્પા જાવીયા, મહિલા બાળ કલ્યાણ, પ્રતિભાશાળી શિક્ષકો, વિવિધ સ્પર્ધામાં પ્રથમ આવેલા તેમજ પરેડના વિજેતાઓનું શીલ્ડ પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.

પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સેજાભાઇ કરમટા, કેશોદના ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, સરોઠ દૂધ ઉત્પાદક સંદ્યના ચેરમેન રામશીભાઇ ભેટારીયા, માણાવદર નગરપાલિકા પ્રમુખ જગમાલભાઇ હુંબલ, અગ્રણીશ્રી વંદનાબેન મકવાણા, દિનેશભાઇ ખટારીયા, પૃથ્વીસિંહ ઝાલા, કેળવણીકાર જેઠાભાઇ પાનેરા, નારણભાઇ સોલંકી, અધિક જિલ્લા કલેકટર બારીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જાડેજા, જિલ્લા પુરવઠા અધીકારીશ્રી ગોવાણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધ મકવાણા સહિત સમાજ શ્રેષ્ઠીઓ, નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂનભાઇ વીહળે કર્યુ હતુ. મંત્રશ્રી સહિત મહાનુભાવોએ આ પ્રસંગે વૃક્ષારોપણ કર્યુ હતુ.

(11:40 am IST)