Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગોંડલના દેરડી (કુંભાજી)માં સ્વ.પુરીબેન શંભુભાઇ વિસાવળીયાની પુણ્યતિથિ નિમિતે સેવાકાર્યો

મોવિયા : દેરડીકુંભાજી ગામે સ્વ.પુરીબેન શંભુભાઇ વિસાવળીયાની ૧૧મી પુણ્યતિથિ નિમિતે શ્રી નાગરદાસધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુકત ઉપક્રમે વિનામુલ્યે નેત્રનિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી આયુર્વેદ શાખા જિ.પં. રાજકોટ દ્વારા આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયા હતા સાથે સાથે ઉકાળો પણ પિવડાવાયો હતો. આ કેમ્પમાં આંખના રોગો જેવા કે ઝામર, મોતીયા, વેલ, પરવાણ, ત્રાંસી આંખ, આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની સારવાર અપાઇ હતી. કેમ્પમાં ૪૪ દર્દીઓના મોતીયાના ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામુલ્યે બેસાડી અપાઇ તથા આંખના નજીક દૂરના નંબરની તપાસ કરી ૩પ વ્યકિતઓને સ્થળ પર નંબર પ્રમાણે ચશ્મા રાહતભાવે બનાવી અપાયા. કેમ્પની શરૂઆત લેઉવા પટેલ સમાજ દેરડી કુંભાજી ખાતે દિપ પ્રાગટયથી કરાઇ હતી. આ કેમ્પમાં ડોકટરોની સાથે શ્રી સવજીભાઇ વિસાવળીયા તથા નટુભાઇ વોરાએ યોગદાન આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં ઘનશ્યામભાઇ પરમાર, જગુભાઇ ખાતરા, રમેશભાઇ આસોદરીયા, અશોકભાઇ ડોબરીયા, નેન્સી દોંગા, જિનલ દોંગા, ઝરણા પાનસુરીયા વગેરેએ અવિતરણ સેવા આપેલ. સફળ બનાવવા રમેશભાઇ પાનસુરીયા, ચુનીભાઇ ખાતરા, ભરતભાઇ પાનસુરીયા, પરસોતમભાઇ ગોહેલ તથા યુવાનો શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : અશોક પટેલ, મોવિયા)

(11:37 am IST)