Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગોંડલ એસઆરપી કેમ્પસમાં પ્રજાસત્તાક પર્વ ઉજવણી

ગોંડલઃ પ્રજાસત્તાક દિન પર્વ નિમિતે એસ.આર.પી. ગૃપ-૮ ગોંડલ ખાતે સેનાપતિ ડો. જે.એમ.ચાવડા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.  ડી.વાય.એસ.પી. એમ.ડી. પરમાર તથા જુથ-ર ૧ ના ડી.વાય.એસ પી આર.એલ પાંડોર તથા બંને જૂથના અધિકારી જવાનો દ્વારા રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવેલ હતી. તેમજ એસ.આર.પી. કેમ્પ ની સ્કુલના બાળકોએ દેશ ભકિત ના ગીતો દ્વારા રંગારંગ કાર્યક્રમ કરેલ. બાળકોને સેનાપતિ દ્વારા પ્રોત્સાહન ઇનામ નું વિતરણ તથા જવાનો નું બહુમાન કરવામાં આવેલ. તેમજ જુથના નિવૃત અધિકારી કર્મચારીઓને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવેલ તે ઉપસ્થિત રહેતા તેનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવેલ હતું. તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ જીતેન્દ્ર આચાર્ય)

(11:35 am IST)