Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ઓપન ટંકારા તાલુકા દેશભકિત ગીત સ્પર્ધા યોજાઇ

ટંકારા તા. ૨૮ : આર્યસમાજ ટંકારાની યુવા પાંખ આર્યવીર દળ ટંકારા દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી યોજાતી'ઓપન ટંકારા તાલુકા દેશભકિત ગીત સ્પર્ધા' નું આયોજન કરાયેલ.

આ સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ (ઓડિશન) તા. ૧૯ જાન્યુઆરી ને દિવસે યોજાયેલ જેમાં ઘણા બધાં સ્પર્ધકોએ ભાગ લીધો અને તેમાંથી ૨૦ સ્પર્ધકોનું ફાઈનલ રાઉન્ડ માટે સિલેકશન થયું. રજનીકાંતભાઈ મોરસાણીયા પ્રથમ રાઉન્ડમાં નિર્ણયકની ભૂમિકામાં ઉપસ્થિત રહ્યાં.

આર્યસમાજ ટંકારાના મંત્રીશ્રી દેવકુમારના વડપણ હેઠળ હિમાંશુભાઈ જોષી, ચિરાગભાઈ કટારીયા, વિશાલભાઈ કોરિંગા, ભવિનભાઈ ગઢવી અને રીતેશભાઈ પડસુંબિયા એ ખૂબ જહેમત ઉઠાવી. ટંકારા તાલુકાની રાષ્ટ્રપ્રેમી જનતા એ આ કાર્યક્રમને પોતીકો માની અને હાજરી આપી હતી. દેશભકિત ગીત સ્પર્ધામાં મુખ્ય નિર્ણયકની ભૂમિકામાં હેમંતભાઈ જોષી તેમજ જલ્પાબેન જોષી, અલ્પેશભાઈ ત્રિવેદી અને હિતાર્થભાઈ ભટ્ટ હતાં. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા નાયબ કલેકટરશ્રી ખાચર અને ટંકારા તાલુકા મામલતદાર પંડયા ઉપસ્થિત રહ્યા હતા.

વિભાગ 'બી'માં પ્રથમ સ્થાન ગૌસ્વામી અવની, દ્વિતીય સ્થાને ગઢવી દર્શન અને તૃતીય સ્થાને રાઠોડ ચંદુએ પ્રાપ્ત કરેલ તેમજ વિભાગ-એ માં પ્રથમ સ્થાન રૈયાણી નન્સી, દ્વિતીય સ્થાન સતીષ આર્ય અને તૃતિય સ્થાન ચૌહાણ ચિરાગે પ્રાપ્ત કરેલ.

 પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાને પોંખીને સૂર અને શબ્દનાં સથવારે અમર શહીદોને શ્રદ્ઘાંજલિ પાઠવવામાં આવી અને સમગ્ર કાર્યક્રમ કેટલાંય આર્યવીરોના જીવન-નિર્માતા અને ટંકારા રત્ન શ્રી પરમારે અર્પણ કરવામાં આવ્યો.

આર્યસમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ ટંકારાએ ૨૫ જાન્યુઆરીની નયનરમ્ય સંધ્યાને શૌર્ય રસથી શણગારી દીધી.

(11:28 am IST)