Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ચોટીલાના રાજપરામાં કાળીબેનને જુના મનદુઃખમાં કુટુંબી સગાએ માર માર્યો

રાજકોટ તા. ૨૮: ચોટીલાના રાજપરા ગામે રહેતાં કાળીબેન જેરામભાઇ સાબલીયા (કોળી) (ઉ.વ.૪૦)ને તેના જ કુટુંબી સગા રંજનબેન, સંજયભાઇ, કિરણબેન અને રેખાબેને ઢીકા-પાટુનો માર મારી દાતરડાથી ઇજા કરતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

અગાઉ બોલાચાલી થઇ હોઇ મનદુઃખને કારણે આ ઝઘડો થયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:26 am IST)