Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રાજયના નવા મંત્રી મંડળમાં લાંબા સમય બાદ પોરબંદરની બાદબાકી

બાબુભાઇ બોખિરિયાને સ્પીકર પદ અપાય તેવી સંભાવના

પોરબંદર તા.ર૭ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીની સરકારના નવા મંત્રી મંડળમાં પોરબંદરથી ચૂંટાયેલ બાબુભાઇ બોખિરિયાને સ્થાન ન અપાતા આશ્ચર્ય ફેલાયુ છે. તેઓએ અત્યાર સુધી ૪ ટર્મ ચૂંટાઇ આવીને રાજય મંત્રી મંડળમાં કેબીનેટ મંત્રીપદ જાળવી રાખ્યુ હતુ.

રાજયમંત્રી મંડળમાં પોરબંદરનું મહત્વ રહયું છે. એક સમયે ગુજરાતમાં ભાજપ વિષે લોકો પુરતુ જાણતા નહોતા તેવા સમયે પોરબંદરના ગોવિન્દભાઇ કારાભાઇ તોરણીયાએ જહેમત ઉઠાવીને મંત્રીમંડળમાં લાંબા સમય બાદ પોરબંદરની બાદબાકી કરવામાં આવતા શહેર ભાજપના આગેવાનો કાર્યકરોમાં નારાજગી વ્યાપી ગઇ છે.

રાજયમાં ભાજપનું નામ ગાજતુ કર્યુ હતુ. તેમના નિધન પછી તેમના સ્થાને પોરબંદરના મોભી તરીકે નામના ધરાવતા બાબુભાઇ બોખિરિયા આવીને ૪ ટર્મ સુધી ચૂંટાઇ આવ્યા હતા.

તેમના કાર્યકાળ દરમિયાન પુરતી ગ્રાન્ટ છતા નોંધનીય કામગીરી લોકોને ન દેખાતા નારાજગી શરૃ થયેલ. માછીમારોના પ્રશ્નો વર્ષો સુધી અણઉકેલ રહયા હતા.

મત્સ્યોદ્યોગ મંત્રીનું સ્થાન છતા બંદરનો બેનમુન વિકાસ થઇ શકયો હતો. વર્તમાન સમયમાં ચુંટણી દરમિયાન છેલ્લે માછીમારોનો વિશ્વાસ જીતવા કુછડી પાસે નવી જેટી બનાવવાનું આશ્વાસન આપ્યું હતું ત્યારે માછીમારોએ માંગણી કહેલ કે સુભાષનગરની જેટીનો વિકાસ કરવો જોઇએ.

ગુજરાતમાં કોંગ્રેસની સરકારમાં પોરબંદરને શશીકાંતભાઇ લાખાણીને વિધાનસભામાં સ્પીકરનું સ્થાન મળેલ હતું. તેઓને કેબીનેટ મંત્રી અને કાયદો વ્યવસ્થાના મંત્રીની પણ જવાબદારી સોંપાઇ હતી.

ત્યારપછી માલદેવજીભાઇ ઓડેદરા સાંસદ તરીકે ચૂંટાઇ આવીને કેન્દ્રમાં મહત્વનું સ્થાન મેળવેલ હતુ.

પોરબંદરના અર્જુનભાઇ મોઢવાડિયાએ પણ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા તથા પક્ષ પ્રદેશ પ્રમુખપદે સફળતાપુર્વક કામગીરી કરીને પોરબંદરનું મહત્વ જાળવ્યુ હતુ.

વર્તમાન સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની નજીવી લીડથી ચૂંટાઇ આવ્યા હતા. ચૂંટણીમાં ખનીજ સંપત્તિ અને સગાવાદ જેવા મુદા અસર કર્યાની થયાની ચર્ચા ઉઠી હતી.

(3:51 pm IST)