Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

થાન ચોકડી પાસે બાઇક પલ્ટી ખાઇ જતાંવાંકાનેરના પ્રવિણ મકવાણાનું મોત

પાછળ બેઠેલા મહેશ મકવાણાને ઇજાઃ કુતરૂ આડું ઉતરતા અકસ્માત સર્જાયો

વાંકાનેર તા. ર૭: થાન ચોકડી પાસે મોટર સાયકલ આડું ઉતરતા મોટર સાયકલ ચાલક ફંગોળાઇ જતા ગંભીર ઇજાઓ સાથે ચાલકનું મોત થયું હતું. જયારે પાછળ બેઠેલા યુવાનને ઇજા થઇ હતી.

જાણવા મળતી વિગતો મુજબ વહેલી સવારે પોતાના મોટર સાયકલ ઉપર જઇ રહેલા પ્રવિણ વાલજીભાઇ મકવાણા (રહે. આંબેડકરનગર વાંકાનેર) તથા તેના પાછળ બેસેલા મહેશ છગનભાઇ મકવાણા (ઉ. વર્ષ ર૦, રહે. આંબેડકર-પ વાંકાનેર) આ બન્ને યુવાનો સામે અચાનક કુતરૂ આડું પડતાં અને અકસ્માત થતા ઘટના સ્થળે જ પ્રવિણ વાલજીભાઇનું મોત થયું હતું અને મહેશ છગનભાઇને ઇજા થતા તેઓને સરકારી દવાખાને દાખલ કરાયેલ છે.આ બનાવની તપાસ પીએસઆઇ ધાંધલ ચલાવી રહ્યા છે.

(3:35 pm IST)