Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

માળિયા હાટીનાના લાગોદ્રા ગામે દિપડાનું કુદરતી મોત થયાનું પ્રાથમિક તારણ...

મૃતદેહ પડયાની જાણ થતાં જ ગ્રામજનોના ટોળા ઉમટયાઃ પી.એમ. રિપોર્ટ બાદ સાચુ કારણ ખુલશે

માળીયા હાટીના તા. ૨૭ : તાલુકાના ગળુ રાઉન્ડના લાંગોદ્રા ગામે સ્મશાન પાસે આવેલી ભીખાભાઇ મેસુરભાઇ ભાદરકાની વાડીમાં દિપડાનો મૃતદેહ જોવા મળતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

આ અંગે સરપંચે માળીયા વન વિભાગને જાણ કરતા વનકર્મી સીલુભાઇએ સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ ઉપર જઇ મૃત દિપડાનો કબ્જો સંભાળીને અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.

પ્રાથમિક તપાસ પ્રમાણે દીપળાનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવું જોઇઅ છતાંયે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સચોટ કારણ બહાર આવશે.

(1:25 pm IST)