Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રે બેકારી... જૂનાગઢનાં એમબીએ યુવાને ગળા ફાંસો ખાધો

જૂનાગઢ તા. ર૭ :.. જુનાગઢના એમબીએ યુવાન નોકરીથી કંટાળી જઇ ગળા ફાંસો ખાયને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

અહીં જોશીપરાનાં આદિત્યનગર-૧ માં રહેતા વણકર વિશાલ છગનભાઇ મારૂ (ઉ.ર૪) નામનાં યુવાને એમબીએ સુધીનો અભ્યાસ કરેલ તેમ છતાં બેકાર રહેલ અને નોકરી ન મળતા ડિપ્રેશનમાં આવી જઇને ગઇકાલે વિશાલભાઇએ ગળા ફાંસો ખાયને મોતને મીઠુ કરી લીધુ હતું.

વિશેષ તપાસ બી. ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

(1:24 pm IST)