Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કપાસના પાકમાં ગુલાબી ઇયર રોગ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક સલાહ

 રાજકોટઃ કપાસના વાવેતર ધરાવતા ખેડુતોને ઝીન્ડવા બંધાવા અને વીણી અવસ્થાએ જોવા મળતા ગુલાબી ઇયળનાં નિંયત્રણ માટે તેમજ પિયત આપવું નહિ. બીજો ફાલ લેવો નહિ. છેલ્લી વીણી પછી ઘેટા બકરા ચરાવવા.  જેથી ખુલ્યા વગરના ગુલાબી ઇયળના નુકશાન વાળા જીંડવા અને અન્ય કચરો નાશ પામે. ત્યારબાદ કરાંઠી  સળગાવી નહિં પરંતુ રોટાવેટર/ મોબાઇલ ચોપરથી નાના ટુકડા કરી જમીનમાં દાટી દેવા જેથી જમીન સેન્દ્રિય તત્વનો ઉમેરો થવાથી સુક્ષ્મ જીવોની સંખ્યા વધશે અને જમીનની સ્વાસ્થયમાં સુધારો થશે. અથવા કરાંઠી ભેગી કરી શ્રેદરથી નાના ટુકડા કરીને છાણ, યુરીયા, કમ્પોસ્ટ કલ્ચર ઉમેરી દેશી (સેન્દ્રીય) ખાતર બનાવવા તરઘડીયા સ્થિત કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોની ભલામણ છે.

(1:16 pm IST)