Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વઢવાણમાં ધાબા ઉપર પતંગ ચગાવતા પડી જતા ૧ર વર્ષનાં બાળકનું મોત

વઢવાણ, તા. ર૭ :  ઝાલાવાડના ઉતરાયણ નજીક આવતા બાળકોમાં પતંગ ચગાવવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કયારેક આ ઉત્સાહનમાં બેફીકરાઇને કારણે મોતને પણ આમંત્રણ આપી જતા હોય છે.

ત્યારે આવો જ બનાવ શહેરનાં સતવારાપરામાં રહેતા ૧ર વર્ષનો બાળક ધાબા ઉપર પતંગ ચગાવતા ચગાવતા ધાબા ઉપરથી નીચે પટકાતા ગંભીર હાલતમાં તેનું મોત નિપજતા આખાય સતવારા પરામ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું.

સતવારા પરા વિસ્તારમાં રહેતા અને ધો. ૯માં અભ્યાસ કરી રહેલા ભૌમિતિક છગનભાઇ ડોડીયા, પોતાના ધાબા ઉપર પતંગ ચગાવતા ચગાવતા અચાનક પતંગ કપાતો આવતો જોઇને પતંગ લૂંટવા  ઉપર દોડયો હતો અને નીચે પડતા મોત નીપજયું હતું.

(1:07 pm IST)