Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જુનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનો ઉદ્ઘાટન સમારોહ

અહીંયા અખિલ ગુજરાત પ્રજાપતી સંઘ-વડોદરા અને ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના કર્મચારી મંડળ શ્યામ એમ્પ્લોઇઝ વેલફેર એશોસીએશન (સેવા) જુનાગઢ દ્વારા દલસુખભાઇ પ્રજાપતીના અધ્યક્ષ સ્થાને તથા સતાધાર મહંત પૂ. વિજયબાપુના હસ્તે વર્ગોનું ઉદઘાટન કરાયું હતું. સ્વાગત પ્રવચન-સંસ્થાનો પરિચય ગોરધનભાઇ ટાંક દ્વારા અપાયા બાદ અમરેલી રોજગારી અધિકારીશ્રી દવે દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિષયવાર કઇ રીતે વાંચન કરવુ તથા કેવા પ્રકારનું સાહિત્ય ઉપયોગી નીવડે અને વિધાનો વિનિયમ કરવાથી જેમાં વધારો થાય છે તેમજ વિદ્યાર્થી માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. જયારે ડો. પી.એચ. ટાંક (વટરનીટી કોલેજ ડીન) એ વર્ગ-૧ કે વર્ગ-રના અધિકારી બનવાની સાથે સાથે હોદાની ગરીમાની સાથે સૌમ્યતા જળવાય રહે અને સામાજીક જીવનમાં વ્યવસાયિક ક્ષેત્રે પણ જ્ઞાન અને સંસ્કારનું સિંચન જરૂરી છે તેવો દિશાનિર્દેશ કરેલ હતો. એવી જ રીતે પૂ. વિજયબાપુએ વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરી આગળ વધવા તથા દૃઢતાપૂર્વક અને સારા નિશ્ચયથી તૈયારી કરવામાં અને નોકરી કે સેવાનો અનુભવ નહીં પરંતુ અનુભૂતિ થાય તેવા આશિર્વચન પાઠવેલ. સાથે સાથે પોતે પણ જીપીએસસી પરીક્ષા પાસ કરી ત્યારે કોલેજ અને હોટેલના અનુભવ પણ વર્ણાવ્યા હતા. તો અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ, વડોદરાના મહામંત્રી દામજીભાઇ સતાપરાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા પતિ વર્ષ પ૦૦ જેટલા વિદ્યાર્થીને શિષ્યવૃતિ આપવામાં આવે છે સાથે જ અખિલ ગુજરાત પ્રજાપતી સંઘના ઉપાધ્યક્ષ અને કડીયા જ્ઞાતિ-જુનાગઢના પ્રમુખ ધીરૂભાઇ ગોહેલે વિદ્યાર્થીઓ સમય સાથે તાલ મિલાવી સરકારી નોકરીમાં સારૂ સ્થાન મેળવે તેવું માર્ગદર્શન આપ્યું હતું... તો પૂર્વ ડેપ્યુટી ડાયરેકટર આર.બી. ગોહેલે સરકાર દ્વારા બક્ષીપંચ અને ઓ.બી.સી.ના મળતા લાભો અંગે માર્ગદર્શન આપેલ. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જેઠવા દ્વારા કઠીન પરિશ્રમ દ્વારા આયોજનબદ્ધ તાલીમ અને મહેનતથતી સફળતા હાંસલ કરવા શીખ અપાઇ હતી. જયારે સેવાના પ્રમુખ અને સમાજ કલ્યાણ અધિકારી જે.કે. ચાવડાએ કહેલ કે સમસ્ત પ્રજાપતી સમાજના વિદ્યાર્થી માટે વર્ગો ચાલુ કરેલ છે. ર૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આવી ગયુ છે અને કોઇપણ કચાસ રાખ્યા વિના શ્યામ વિદ્યાલય ગાંધીગ્રામ ખાતે વર્ગો ચલાવવામાં આવશે.

ઉપરાંત દલસુખભાઇ પ્રજાપતીએ શિક્ષણની જરૂરીયાત, શિક્ષણથી બનતા સંગઠન અને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને સરકારમાં પ્રજાપતી સમાજનો હિસ્સો રાજય કક્ષાએ વધારવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં સમસ્ત પ્રજાપતીના આગેવાનો વસંતભાઇ ચૌહાણ-રાજકોટ, લાલજીભાઇ પીપળીયા-સુરેન્દ્રનગર, ભીખાભાઇ પ્રજાપતી, કનુભાઇ મારૂ-વડોદરા, વાલજીભાઇ જેઠવા, દિનેશભાઇ સોલંકી (કોર્પોરેટર), ચંદ્રીકાબેન રાખશીયા (કોર્પોરેટર), મીનાબેન ગોહેલ (પ્રમુખ, શ્યામ મહિલા મંડળ), શાકુન્તલાબેન ટાકોદરા, જયોત્સ્નાબેન ટાંક, કાંતિભાઇ વસવેલીયા, વિનુભાઇ રાખશીયા, ગોરધનભાઇ અજમેરા, માધુભાઇ વ્યાસ, વિભાગીય પ્રમુખ, પ્રકાશભાઇ ચૌહાણ, કિશોરભાઇ ચોટલીયા, દિનેશભાઇ કાચા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા વજુભાઇ કાચા, નિશાંતભાઇ ચૌહાણ, કમલેશભાઇ મારૂ, મનોજભાઇ વરૂ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આભારવિધી હિતેશભાઇ ચાવડાએ કરી હતી. તસ્વીરોમાં કાર્યક્રમનું થતું દિપ પ્રાગ્ટય, ઉપસ્થિત મહેમાનો, અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ દર્શાય છે.

(1:06 pm IST)