Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જુનાગઢ નીચલા દાતારથી ડેમ સુધીનો રસ્તો પહોળો નહી થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી આપતા મહંત પુ.વિઠ્ઠલબાપુ

દાતારની સીડી સુધી આવી પત્રકારો સાથે પુ.વિઠ્ઠલબાપુની વાતચીત

ઉપરોક તસ્વીરમાં દાતારની સીડી સુધી આવી પત્રકારો સાથે વાતચીત કરતા ઉપલા દાતારના મહંત પૂ. વિઠ્ઠલબાપુ અને નીચલા દાતારથી ડેમ સુધીના માર્ગને ૯ મીટર પહોળા કરવા માંગણી કરી છે તે માર્ગ નજરે પડે છે.(તસ્વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

જુનાગઢ, તા., ર૭: જુનાગઢ નીચલા દાતારથી ડેમ સુધીનો રસ્તો પહોળો નહી થાય તો ઉપવાસ આંદોલન કરવાની ઉપલા દાતારના મહંત પુ.વિઠ્ઠલબાપુની ચીમકી . ઉપલા દાતારના મહંત પુ. વિઠ્ઠલબાપુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દાતારની જગ્યા હિન્દુ અને મુસ્લીમ બન્ને માટે આસ્થાનું કેન્દ્ર છે કોમી એકતાનું પ્રતિક છે. અહી લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પરંતુ રસ્તો સાંકડો હોવાથી વાહનોથી અવરજવર મુશ્કેલ બને છે રસ્તો પહોળો કરવા માટે વન વિભાગના અધિકારી  ઓએ મંજુરી આપી હોવા છતા ડરતા મહાનગરપાલિકાના અધિકારીઓ માટે આ મામલો આવનારા સમયમાં અગ્નિપરિક્ષા સમાનબનેતો નવાઇ નહી

દાતાર પર્વતની સીડી સુધી આવી પત્રકારો સાથે વાતચીત કરતા પુ.વિઠ્ઠલબાપુએ વધુમાં જણાવ્યુ હતુ કે સરકાર આ પરિણમાંથી ચેતીજાયતો સારૂ છે તેવો સુર વ્યકત કર્યો'હતો

અને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નીચલા દાતારથી ડેમસુધીનો માર્ગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા આ કામ માત્ર નાટક છે અને જો રસ્તો કરવોજ હોય તો ૯મીટર પહોળો કરવો જોઇએ અને એનહી થાય તો ઉપવાસ આંદોલન કરવાની પુ.વિઠ્ઠલબાપુએ ચીમકી આપતા નગરપાલિકાના સતાધીશો ધ્રુજી ઉઠ્યા છે.

છેલ્લા ૩૮ વર્ષથી ડુંગર ઉપર આવેલી દાતારની વિશ્વવિખ્યાલ જગ્યામાં રહેતા અને બે દાયકાથી મહંત તરીકે બિરાજતા પુ.વિઠ્ઠલબાપુ દાતારની સીડી ઉપર આવ્યા હતા અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા રસ્તાનુ કામ રોકી દેવા જણાવ્યુ હતુ.

અને પુ બાપુએ માંગણી કરી હતી કે આ રસ્તો ૯ મિલટરનો કરવાની વનવિભાગે મંજુરી પણ આપી દીધી છે પરંતુ ગેરકાયદેસર થયેલા દબાણો હટાવતા ડર અનુભવતા શાશકો અને અધિકારીઓ માત્ર કામનો દેખાડો  કરવા રસ્તાને ડામરથી મઢી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

પરંતુ તેઓએ આ કામ થવા દેવાના નથી જો આ રસ્તો કરવોજ હોય તો ૯ મીટરનો કરવામાં આવે અને મહાનગરપાલિકાના શાશકોની હિમલ ન હોય તો મને છુટ આપે તો હુ મારા ખર્ચે આ કામ કરી લેવા તૈયાર છું તેમ અંતમાં જણાવ્યું હતું.

અને આ રસ્તો પહોળો નહી થાય તો ઉપવાસ આંદોલન કરવાની પુ. વિઠ્ઠલબાપુએ ચીમકી આપી હતી.

(1:06 pm IST)