Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જુનાગઢ એસટીઃ નિવૃત કર્મચારી મંડળના કર્મચારીઓની આત્મ વિલોપનની ચિમકી

પુરતા પેન્શનની બાબતમાં અર્થહીન જવાબ મુદ્દે યોગ્ય સંતોષ ન મળતા

જુનાગઢ, તા., ર૭: કચ્છ કાઠીયાવાડ ગુજરાત એસટી નિવૃત કર્મચારી મંડળનાં પ્રમુખ સલીમ ગુજરાતીએ અમદાવાદ ભવિષ્ય નિધિના કમિશ્નરશ્રીને પત્ર પાઠવીને એસટી નિવૃત કર્મચારીઓને પુરતા પેન્શનની બાબતમાં અર્થહીન જવાબ મુદ્દે યોગ્ય કરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે છેલ્લા ર૭ મહિનાથી નિવૃત પેન્શનરોને પુરતુ પેન્શન આપવાની સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન અને આદેશ અન્વયે એસટી સહિતના કર્મચારીઓને લઘુતમ ધોરણે ૪ થી સાડા ૬ હજાર પેન્શન આપવાની સરકાર અને નામદાર વડી અદાલતના આદેશોનો અમલ વહેલી તકે થાય તે જરૂરી છે.

જો પેન્શન અને અણઉકેલ પ્રશ્નોમાં ન્યાય ન મળે તો તા.રપ જાન્યુઆરીના જુનાગઢ કલેકટર કચેરી સમક્ષ તમામ નિવૃત કર્મચારીએ વતી સામુહીક આત્મ વિલોપન કરવાની ચિમકી આપી છે.

(12:12 pm IST)