Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કોટડા સાંગાણી પીજીવીસીએલના ઇજનેરની બદલી સામે વિરોધ ઉઠયો

કાર્યદક્ષ ઇજનેરની બદલી અટકાવવા માંગણીઃ નહિં તો આંદોલન

ગોંડલ તા.ર૭: કોટડા સાંગાણી પીજીવીસીએલનાં ડેપ્યુટી ઇજનેરની બદલી થતા તાલુકામાં વિરોધ ઉભો થવા પામ્યો છે. આ બદલી તાકીદે નહીં રોકવામાં આવે તો લોકો અને ખેડુતો દ્વારા સોમવારથી આંદોલનની ચિમકી ઉચારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોટડા સાંગાણી તાલુકાના પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર ડી. પી. રાઠોડ તેઓની ત્વરીત કાર્યપ્રણાલીકાને લઇ કોટડાસાંગાણી તાલુકામાં ખાસ જાણીતા થયેલ હોય આવા કાર્યદક્ષ ઇજનેર સામે કિન્નાખોરી દાખવી બદલીનો ઓર્ડર કરવામાં આવતા તાલુકાભરમાં બદલી અંગે વિરોધ ઉભો થવા પામ્યો છે.

આગામી સોમવારથી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ સિંધવ, મહામંત્રી અમીત પડારીયા, સહદેવસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા પ્રતિપાલસિંહ જાડેજા, ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જગુભાઇ માંજરીયા સહિતનાઓની આગેવાનીમાં ભૂખ હડતાળની ચિમકી ઉચારવામાં આવી છે.

ડી. પી. રાઠોડની કાર્યપ્રણાલીએ તાલુકાભરમાં સારી નામનાં મેળવી છે. લોકો તેમની બદલી થવા દેવા માગતા ના હોય તેથી આંદોલનની ચિમકી આપવામાં આવી હોવાનું અંતમાં જણાવાયું છે.

(12:09 pm IST)