Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મોટી મારડના સરપંચ વિરૂધ્ધની દુષ્કર્મની ફરીયાદમાં બે મહિલા આરોપીના જામીન રદ

ધોરાજી તા. ર૭ :..  અત્રેની એક પરિણિતા ઉપરના દુષ્કર્મની ફરીયાદના ચકચારી મામલામાં મદદગારીના આરોપસર પકડાયેલ બે મહિલા આરોપીઓ હંસાબેન અને જયશ્રીબેન ભુતની જામીન અરજીને ધોરાજીની સેશન્સ કોર્ટે રદ કરી હતી.

આ બનાવ અંગે બનાવનો ભોગ બનનાર પરિણિતાએ મોટી મારડ ગામના સરપંચ જગદીશ અધડુક સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આ બનાવે ગામમાં ભારે ચકચારી મચાવી દીધી હતી. અને આંદોલન થતાં મોટી મારડ ગામ ઘણાં દિવસ સુધી બંધ રહ્યું હતું. અને બાદમાં આંદોલન ભાંગી પડતાં  ગામ ખુલી ગયું હતું.

આ બનાવ બાદ મુખ્ય આરોપી સરપંચ જગદીશ નાસતો ફરી રહ્યો હોય પોલીસ દ્વારા તેની ધરપકડ કરવા તજવીજ થઇ રહી છે.

(12:08 pm IST)