Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મોરબીના ગ્રાહકોને ગેસ સબસીડી મેળવવાના ફાંફાઃ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ

મોરબી તા. ૨૭ : ગેસ ગ્રાહકોને બેંક અને ગેસ કંપનીની મનમાનીને કારણે ગેસ સબસીડી મેળવવી મુશ્કેલ બની રહી છે અને ગ્રાહક સુરક્ષા મંડળમાં આ અંગેની વ્યાપક ફરિયાદો મળતા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ જણાવે છે કે મોરબીના ગેસ ગ્રાહકોને છેલ્લા દોઢ બે વર્ષથી સબસીડી મળી નથી. આઈ.ઓ.સી. કંપની અને બેંક વચ્ચે ગ્રાહક સબસીડીથી વંચિત રહે છે. બેંક સબસીડી આવી નથી તેવા જવાબો આપે છે તો આઈ.ઓ.સી. ગ્રાહકે આધારકાર્ડ બેંક સાથે લીંક નથી કર્યું તેવા જવાબો મળે છે પરંતુ ગ્રાહકોએ બે-ત્રણ વખત આધારકાર્ડ બેંકમાં આપ્યા છે તો ગેસના બાટલાની સબસીડી શા માટે નથી મળી તેનો જવાબ કોઈ આપતું નથી આવી અનેક ફરિયાદો ગ્રાહક સુરક્ષા મંડળને મળી રહી હોય આ મામલે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જીલ્લા પુરવઠા અધિકારી અને આઈ.ઓ.સી. કંપનીમાં લેખિત ફરિયાદ કરી યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.

(12:06 pm IST)