Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જસદણ યાર્ડમાં કપાસની વિક્રમજનક આવક

જસદણ તા.૨૭: સૌરાષ્ટ્રમાં કપાસના હબ ગણાતા જસદણ યાર્ડમાં કપાસની વિક્રમજનક આવક થાય છે યાર્ડનું કેમ્પસ કપાસ ભરેલા વાહનોથી ભરાઇ જાય છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દરબાર સાહેબ શિવરાજકુમાર ખાચર માર્કેટ યાર્ડમાં તાજેતરમાં અંદાજે પચીસ હજાર મણ જેટલા કપાસની જુદા જુદા ખેડુતો તરફથી હરરાજી અર્થે આવક થઇ હતી. કપાસની ગુણવતા મુજબ અંદાજે ૯૫૦ થી લઇને ૧૦૫૦ રૂપિયા મણ મુજબના ભાવ ખેડુતોને જસદણ યાર્ડમાંથી ઉપજે છે. જસદણ ઉપરાંત બાબરા,વિંછીયા, ચોટીલા, ગઢડા સહિતના અનેક તાલુકાના ગામડાઓના ખેડુતો કપાસ વેચવા જસદણ યાર્ડમાં આવે છે સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસ ક્ષેત્રે જસદણ યાર્ડનું મોટુ નામ છે જસદણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અરવિંદભાઇ તાગડીયાના જણાવ્યા મુજબ અહીના યાર્ડમાં ખેડુતો, વેપારીઓ સહિત તમામ માટે જરૂરી દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી ખેડુતો ઉત્સાહથી તેમની ખેતપેદાશ જસદણ યાર્ડમાં વેચવા આવે છે.

(12:05 pm IST)