Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ધોરાજીમાં રીંગ રોડ બિસ્માર-લોકો પરેશાન

ધોરાજી, તા., ૨૭: ધોરાજીમાં ભુગર્ભ ગટર પાણી લાઇનોના આડેધડ ખોદકામથી બિસ્માર બની ગયેલ ધોરાજીના સકુરા નદી પાળા વાળો રીંગ જામકંડોરણા નવા પુલ ચોકડીથી ભદ્રકાળી મંદિર જુનો ભુખી રોડ પુલ સુધીનો બિસ્માર હાલતમાં બની જતા પ્રજાજનો વાહન ચાલકોને ભારે હેરાન-પરેશાન થવુ પડે છે. આ સકરા નદી પાળા વાળો રીંગ રોડને રીપેરીંગ કરવા લોક માંગ ઉઠી છે.

ધોરાજીના નગરજનોને એ સકુરા નદી પાળા વાળો રીંગ રોડને રીપેરીંગ કરવા માટે કરાયેલ રજુઆતમાં જણાવાયું છે કે ધોરાજીના જામકંડોરણા રોડથી કુંભારવાડા ભુખી રોડને જોડતો આ રોડને રીપેરીંગ કરવામાં તંત્ર વાહકો દ્વારા ઉદાસીનતા દાખવાઇ રહી છે. આ રોડ ખાડા ખબડાવાળો બિસ્માર રોડ હોય અવાર નવાર રજુઆત કરવા છતા તંત્ર વાહકો દ્વારા આ બિસ્માર રોડને રીપેરીંગ કરવા નક્કર કાર્યવાહી કરાઇ નથી.

(12:04 pm IST)