Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ ઢાંકમાં સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે ઝુંકાવ્યું શિશ

  ઢાંક :  ઉપલેટા ઢાંક ખાતે આવેલ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે શિશ ઝુંકાવી ધન્યતા અનુભવી હતી. પુજારી ભરત ગિરીબાપુ દ્વારા ફુલહાર અને ખેસ પહેરાવીને સન્માન કરાયું હતું. આ તકે ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, તાલુકા પંચાયત કારોબારીના ચેરમેન જયદેવસિંહ વાળા, તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કોંગ્રેસ અગ્રણી કૃષ્ણકાંત ચોટાઇ, તાલુકા પંચાયતના સદસ્યો આગેવાનો ઢાંકના અગ્રણી આગેવાનો સાથે રહ્યા હતા. સાથે સાથ શ્રી વસોયા એ જણાવ્યું હતું કે કોઇપણ કામ હોય તો ફોન કરજો. તસ્વીરોમાં દુંદાળાદેવના દર્શન કરતા લલિતભાઇ તથા સાથે રહેલા સમર્થકો, કાર્યકરો દર્શાય છે. (તસ્વીર : ભુપતગિરી ગોસ્વામી, ઢાંક)

(11:37 am IST)