Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ભાણવડના જંબુસર ગામે બિભત્સ માંગણી કરતા ત્રાસી જઇને યુવતીનો આપઘાત

ખંભાળીયા, તા., ર૭: ભાણવડ તાલુકાના જંબુસર ગામની સીમમાં રહેતા સામતભાઇ ભીમાભાઇ ઓડેદરાની દીકરી રેખાબેનને આરોપી ભરતભાઇ રામભાઇ ખુંટી જંબુસર વાળો અવાર નવાર પોતાની સાથે આડો સંબંધ રાખવા તેમજ બીભત્સ વ્યવહાર રાખવા  ગેરવાજબી માંગણી કરતા રેખાબેનએ કંટાળી જઇ ઝેરી પદાર્થ ખાઇ મરણ ગયાની પોલીસ ફરીયાદ સામતભાઇએ ઉપરોકત આરોપી વિરૂધ્ધ ભાણવડ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાવલમાં જુની અદાવતે ફરી બઘડાટી સર્જાઇ

રાવલ ગામે રહેતા નરેન્દ્રભાઇ ચંદુલાલ પુરોહીત (ઉ.વ.૪૪) ને અગાઉ નવરાત્રી  દરમિયાન માથાકુટ થયેલ હોય અને જે અંગે પોલીસ ફરીયાદ નોંધાવેલ હોય જેનો ખાર રાખી દીપક કેશુ મોઢવાડીયા, સંજય રાજુ ગોરાણીયા (૩) અરજુન લીલા મોઢવાડીયા (૪) મયુર મોઢવાડીયાએ અપશબ્દો બોલી લોખંડના પાઇપ કુહાડી ગુપ્તી બેઝબોલના ધોકા વડે આડેધડ માર મારી બન્ને પગમાં તથા હાથમાં ફેકચર જેવી ઇજા કરી તથા છરીનો એક ઘા મારીયાની પોલીસ ફરીયાદ કલ્યાણપુર પોલીસમાં નોંધાવતા પોલીસએ ૩ર૩, ૩ર૪, ૩રપ, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, પ૦૪ તથા જીપીએકટ કલમ ૧૩પ મુજબ ગુન્હો નોંધી તપાસ એસ.એલ.ભદોરીયાએ હાથ ધરી છે.

બરંડીયામાં ધમકી આપી

દ્વારકાના બરડીયા ગામે રહેતા વરયાભાઇ ધીરાભાઇ નાંગેશ રબારી (ઉ.વ.૪૬) પોતાની ઓફીસએ બેઠા હોય ત્યારે પાલા વીરમ નાગેશ (ર) સાદુર પાલા નાગેશએ આવી બરડીયા ગામ તળના પ્લોટ નંબર ૩રનો ખાલી કરવાનો કેમ કહો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ વરયાભાઇ ધીરાભાઇ નાંગેશએ કરતા પોલીસએ કાર્યવાહી હાથ ધરી છે.

(11:36 am IST)