Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ગોંડલમાં કારખાનેદાર અશરફ કયડા ઉપર પાડોશીઓનો પાઇપથી હુમલો

ઘરની બાજુમાં કારખાનું ચાલુ કરવા પ્રશ્ને ઝઘડો થતા હુમલો કરી મોબાઇલ અને ૭૦૦ રૂ. પણ લુંટી લીધા

રાજકોટ તા. ર૭: ગોંડલમાં મોવિયા રોડ પર કારખાનેદાર પર પડોશીએ પાઇપથી હુમલો કરી મોબાઇલ અને રોકડ લુંટી લીધાની પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં મોવિયા રોડ એસ. કે. સીમેન્ટ નામનું કારખાનું ધરાવતા અશરફ ગફાર કયડા પર બાજુમાં જ રહેતા જાુમા અલ્લારખા માજેઠી, તેની પત્નિ શાયરા અને પુત્ર ઇન્દ્રીશએ લોખંડની પાઇપથી હુમલો કરી મોબાઇલ અને ૭૦૦ રૂ. રોકડા લુંટી લીધા હતા. ફરીયાદીના કારખાનાની બાજુમાં જ આરોપીઓ રહે છે અને તેઓએ કારખાનું બંધ કરી દેવાનું કહી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ઉકત ત્રણેય સામે ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:19 am IST)