Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે-રાત્રે ઠાર...બપોરે ગરમી

લઘુતમ તાપમાનમા વધઘટઃ નલીયા ૭.૭ ડિગ્રીઃ સૌથી વધુ ઓખા ર૧.૧ ડિગ્રી

રાજકોટ તા. ર૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને ઠંડીમાં વધઘટ થઇ રહી છે.

લઘુતમ તાપમાનમા કયારેક વધારો થાય છે તો કયારેક ઘટાડો થતો અનુભવાય રહ્યો છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની અનુભુતી થઇ રહી છ.ે

જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને બપોરે ગરમીનો અનુભવ થાય છે જયારે મોડી રાત્રીના અને વહેલી સવારે ઠારનો અહેસાસ થઇ રહ્યો છ.ે

આજે સૌથી વધુ લઘુતમ તાપમાન કચ્છના નલીયામાં ૭.૭ કંડલા એરપોર્ટ ૯.પ અમરેલી ૯.૬, રાજકોટ ૧૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છ.ે

કચ્છ

ભુજઃ કચ્છ જિલ્લામાં ધાબડીયા વાતાવરણની સાથે હવામાનમાં આવી રહેલા ફેરફારો વિચિત્ર વરતાઇ રહ્યા છે. આમ જુઓ તો ઠંડી છે અને આમ જુઓ તો ગરમી છે વચ્ચે વચ્ચે ધાબડીયા હવામાનના કારણે ચોમાસા જેવો ડોળ વરતાય છે. ભુજની વાત કરીએ તો ભુજમાં નીચું ઉષ્ણતામાન ૧ર.ર ડીગ્રી જેટલું અને હાઇ ૩૧ ડિગ્રી જેટલું વરતાઇ રહયું છે રાત્રે અને સવારે ઠાર સાથે ડંખીલી ઠંડીનો અનુભવ થાય છ.ે જયારે બપોરે ટેમ્પરેચર હાઇ હોઇ બેત્રણ કલાક ઉનાળાની ગરમીનો અહેસાસ થાય છે. વિષય હવમાનના પગલે તાવ, શરદી, ઉધરસ સાથે તાવનું પ્રમાણ વધ્યું છે

જામનગર

જામનગર : શહેરનું તાપમાન રપ.૮  મહત્તમ, ૧૧.ર લઘુત્તમ, પપ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૧.પ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયા કેટલું તાપમાન

 

   શહેર

  લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૬.૯ ડીગ્રી

નલીયા

૭.૭ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૯.પ ડીગ્રી

અમરેલી

૯.૬ ડીગ્રી

વડોદરા

૧૦.૪ ડીગ્રી

મહુવા

૧૦.પ ડીગ્રી

ડીસા

૧૧.૦ ડીગ્રી

વલસાડ

૧૧.૧ ડીગ્રી

જામનગર

૧૧.ર ડીગ્રી

ગાંધીનગર

૧૧.૯ ડીગ્રી

અમદાવાદ

૧ર.૦ ડીગ્રી

પોરબંદર

૧ર.૦ ડીગ્રી

ન્યુ કંડલા

૧ર.૪ ડીગ્રી

ભાવનગર

૧ર.૬ ડીગ્રી

રાજકોટ

૧૩.૭ ડીગ્રી

વેરાવળ

૧૭.૦ ડીગ્રી

ઓખા

ર૧.૧ ડીગ્રી

(11:01 am IST)