Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ગિરનાર પર્વત ઉપર ૬.૯ ડિગ્રી

જૂનાગઢ, તા. ૨૭ :. સોરઠમાં આજે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જૂનાગઢના ગિરનાર પર્વત ખાતેનું તાપમાન ઘટીને ૬.૯ ડિગ્રી થઈ જતા પ્રવાસીઓ તીવ્ર ઠંડીને લઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.  ગઈકાલે જૂનાગઢનું તાપમાન ૧૧ ડિગ્રી રહ્યા બાદ સવારે તાપમાન થોડુ ઘટીને ૧૧.૯ ડીગ્રી થઈ ગયુ હતું. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહેતા ઠાર વધ્યો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૬ કિ.મી.ની રહી હતી.

(11:00 am IST)