Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વાંકાનેરના મેસરીયા ગામની સીમમાં ર૦ લાખનો દારૂનો જથ્થો પકડાયોઃ કટીંગ થતુ'તુ ને પોલીસ ત્રાટકી...

તાલુકાના પી.એસ.આઇ. જી.આર.ગઢવી તથા સ્ટાફે દરોડો પાડતા દારૂની હેરાફેરી કરતા શખ્સો ભાગી ગયાઃ ટ્રક-ટ્રેઇલર અને બાઇક સહિત ૪૭.પ૩ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો અને બીજી તસ્વીરમાં પકડાયેલ ટ્રક સહિતના વાહનો નજરે પડે છે.

રાજકોટ તા. ર૭ : વાંકાનેરના મેસરીયા ગામની સીમમાં તાલુકા પોલીસે રેઇડ કરી ર૦ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. કટીંંગ થતું'તુ ત્યારે જ પોલીસ ત્રાટકતા દારૂની હેરાફેરી કરતા શખ્સો છુ થઇ ગયા હતા પોલીસ દારૂ અને વાહનો સહિત ૪૭.પ૩ લાખનો મુદામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ મોરબીના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના ઓની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક મોરબી માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં પ્રોહી જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવાની સુચના અન્વયે પી.એસ.આઇ. જી.આર.ગઢવી  તથા સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હોય દરમ્યાન ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે વાકાનેરના મેસરીયાગામના રસ્તેથી ધારમાં મહાદેવજી ના મંદીર પાસે ટ્રક-ટ્રેઇલર માથી ઇગ્લીશ દારૂનું કટીગ થતુ હોય જેથી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા સદરહુ જગ્યાએથી પોલીસને જોઇ તમામ માણસો ભાગી ગયા હતા

પોલીસ સ્થળપરથી (૧)ટ્રેઇલર નં.આર.જે.૨૭.જીએ.૪૬૦૪ તથા નં.(૨)બોલેરો પીકપ વાહન રજી નં.જીજે-૩-એ.વી.૯૧૬૯ તથા નં.(૩) સ્પેલન્ડર મો.સા.રજી નં.જીજે-૦૩-જે.કયુ-૫૫૪૩ તથા નં.(૪) સ્પેલન્ડર મો.સા.રજી નં.જીજે-૩-એચ.સી.૦૯૬૧ મળી આવેલ સદરહુ જગ્યાએ થી જુદી જુદી બ્રાન્ડની પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની પેટીઓ જેમાં (૧)રોયલ સ્ટગ પેટી નંગ-૮૦ તથા નં.(૨) રોયલ  ચેલેન્જર્સ પેટી નંગ-૯૪ તથા નં.(૩) એપીસોડ પેટી નંગ-૫૦ નં.(૪) એવરીડેય ગોલ્ડ પેટી નંગ-૭૭ તથા નં.(૫) રોયલ જનરલ રીવર્સ પેટી નંગ-૧૧૮ (૬) મેકડોનાલ્ડસ પેટીઓ નંગ-૮૧ મળી કુલ પેટીઓ નંગ-૫૦૦ જેમાં કુલ બોટલ નંગ-૬૦૦૦ કિ.રૂ.૨૦૧૦૦૦૦ તથા વાહનની કિ.૨૭૩૫૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂ.૮૦૦૦ મળી કુલ કિ. ૪૭૫૩૦૦૦નો મુદામાલ મળી આવતા વાંકાનેર તાલુકા પો.સ્ટે.ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરમાં પો.સબ.ઇન્સ જી. આર. ગઢવી, પો. સબ. ઇન્સ. એમ. એમ.ગોસાઇ, એચ,સુરેશભાઇ ચાવડા, પી.સી.રવીકુમાર લાવડીયા, પી. સી. યશ્પાલસિંહ પરમાર તથા પી.સી. અશ્વિનભાઇ લોખીલ સાથે રહેલ હતા.

તાલુકા પોલીસે દારૂની હેરાફેરીમાં સામેલ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પી.એસ.આઇ. જી.આર.ગઢવી ચલાવા રહ્યા છે.

(11:00 am IST)