Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ભુજની બેંક સાથે રૂ. ૧.૧૬ કરોડની છેતરપીંડીમાં અલ્પેશ શાહ ઝડપાયો

ગીરવે મુકયા બાદ ૩ પ્લોટો અન્યને વેચી દેતા બેંક મેનેજરે પોલીસ ફરિયાદ કરી'તી

ભુજ તા. ૨૭ : બેંકમાં જમીનના દસ્તાવેજો ગીરો મુકયા બાદ પરબારા એ જમીનના પ્લોટો અન્યોને વેંચીને ઠગાઇ કરવાના કેસમાં ભુજ પોલીસે આરોપી અલ્પેશ શંકરલાલ શાહની ધરપકડ કરી છે.

આરોપી વિરૂધ્ધ એચડીએફસી બેંક રાજકોટના મેનેજર જાગીર જયકર શાહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે માધાપર (ભુજ)માં રહેતા અલ્પેશ શાહે તેમના પત્ની મીતાબહેન અને પુત્ર રોબીન સાથે મળીને તેમના સર્વે નં. ૩૫૭, ૩૬૫માં આવેલા પ્લોટ નં. ૩૧, ૩૨, ૩૩નાં દસ્તાવેજો ગીરવે રાખીને એક વર્ષ પહેલા ભુજની એચડીએફસી બેંકમાંથી ૧ કરોડ ૧૦ લાખની લોન લીધી હતી.

બાદમાં આ પ્લોટો ૧ કરોડ ૧૬ લાખ ૬૮ હજારમાં અન્યોને વેંચીને બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે ૨૭/૪/૨૦૧૭ના પોલીસ ફરિયાદ ભુજમાં કરાઇ હતી.  નાસતો ફરતો આરોપી અલ્પેશ પોતાને ઘેર આવ્યો હોવાની જાણ થતાં પેરોલ ફલો સ્કવોડ ભુજનાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા અને સ્ટાફે આરોપીને ઝડપીને ભુજ એ-ડીવીઝન પોલીસને હવાલે કર્યો છે.

(10:59 am IST)