Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

નખત્રાણાની ગેટકો કચેરીમાંથી ૫૦ લાખનો ભંગાર ''પગ'' કરી ગયો

સીકયુરીટી એજન્સીના રીપોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયના તપાસના હુકમની અવગણના-ગુ.વિ.ક. ઉત્કર્ષ મંડળના મહામંત્રી વી બી વણકરની લેખિત ફરિયાદ અને આક્ષેપોએ સજર્યો ખળભળાટ

ભુજ તા.૨૭: ગુજરાત એનર્જી ટ્રાન્સ મિશન કોર્પો (ગેટકો)ના નખત્રાણા-કચ્છની કચેરી દ્વારા દોઢ કરોડ રૂપીયાના ભંગારનો માલ સામાનના વેચાણ પછી આ માલસામાન લેવા આવનાર સરકારી એજન્સીની કાર્યવાહી દરમ્યાન ૫૦ લાખ રૂાની કિંમતનો માલસામાન ઓછો જણાતા આ પ્રકરણમાં મોટુ કૌભાંડ હોવાની આશંકા ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળના મહામંત્રી વી બી વણકરે વ્યકત કરી છે.

ગેટકોની ખુદની દરખાસ્ત મુજબ દોઢ કરોડની કિંમતના દોઢસો ટનનો ભંગારનો જથ્થો ઓછો કેમ થઇ ગયો? આ પ્રકરણમાં સીકયુરીટી એજન્સીની શંકા અને મુખ્યમંત્રીના તપાસના આદેશની અગવણના કરાઇ હોવાનો આક્ષેપ કરાયો છે.

(10:59 am IST)