Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી યાર્ડના હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા

પ્રદેશ ભાજપ દ્વારા ચેરમેન, વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવશે : વ્હીપ આપવામાં આવશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૭ : ગોંડલ ખાતે આજે જીલ્લા ભાજપનાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લાના જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી, માર્કેટીંગ યાર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઈ નિર્મળે જણાવ્યુ છે કે, તાજેતરમાં યોજાયેલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો જવલંત વિજય થયો છે. ગુજરાત સરકારે તા.૨ ડિસેમ્બરના રોજ ચેરમેન, વા.ચેરમેનની ચૂંટણીનુ જાહેરનામુ બહાર પાડેલ છે. તે અનુસંધાને રાજકોટ જીલ્લાના માર્કેટિંગયાર્ડોના વિજેતા ઉમેદવારોમાથી ચેરમેન, વા.ચેરમેનની પસંદગી માટે આજે ગોંડલ માર્કેટિંગયાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયા જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ અને પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા, શ્રીમતિ રક્ષાબેન બોળીયા, જીલ્લા ભાજપા મહામંત્રીશ્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, શ્રી મનીષભાઈ ચાંગેલા તેમજ ધારાસભ્યો, સાંસદસભ્યો, મંડલના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, યાર્ડના ચૂંટાયેલા ડિરેકટરશ્રીઓ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપાના મોવડી મંડળની સુચના મુજબ નિરીક્ષકો વિજેતા સભ્યોની સેન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે જામકંડોરણા માર્કેટિંગયાર્ડ, જેતપુર માર્કેટિંગયાર્ડ, ઉપલેટા માર્કેટિંગયાર્ડ, ધોરાજી માર્કેટિંગયાર્ડની સેન્સ લેવામાં આવી હતી. રાજકોટ જીલ્લા ભાજપાના સંગઠન દ્વારા લેવાયેલ સેન્સ પ્રક્રિયા બાદ ચેરમેન-વા.ચેરમેનના નામોની ગુજરાત પ્રદેશ ભાજપા નામાવલી મોકલવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા ચેરમેન-વા.ચેરમેનની પસંદગી કરવામાં આવશે. તમામ ચૂંટાયેલા સભ્યોને પ્રદેશ ભાજપા દ્વારા વ્હીપ આપવામાં આવશે. 

(3:24 pm IST)