Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

જામનગરમાં વ્યાજે લીધેલ રૂપિયાનું વ્યાજ નહીં દેતા માર માર્યાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રસ્મીનભાઈ હસમુખભાઈ ગણત્રા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧–૮–ર૦ર૧ ના સજુબા સ્કુલની સામે દિપક શોપીંગ સેન્ટર, જામનગરમાં ફરીયાદી રસ્મીનભાઈએ આરોપી પ્રીયરાજસિંહ કુલદીપસિંહ જાડેજા, રે. જામનગર વાળા પાસેથી રૂ.૩૩૦૦૦/– દશ ટકા વ્યાજે લીધે હોય હોય અને છેલ્લા ત્રણ મહિનાનું વ્યાજ નહીં દેતા આરોપી પ્રીયરાજસિંહ એ પોતાની ઓફીસે ફરીયાદી રસ્મીનભાઈને બોલાવી જેમફાવે તેમ ગાળો આપી ઉઠક બેઠક કરાવી પ્લાસ્ટીકના પાઈપથી શરીરે આડેધડ માર મારી તથા કીડની ઉપર ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

પટેલ ટ્રાવેલ્સની ઓફીસમાં બઘડાટી

અહીં સીટી બી પોલીસ સ્ટેશનમાં મણીલાલ અમરજીભાઈ પાટીદાર, ઉ.વ.૩૧, રે. વિકટોરીયા પુલ પાસે, પટેલ ટ્રાવેલ્સ ઓફીસના ઉપરના માળે, જામનગરવાળ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧૧–ર૦ર૧ ના વિકટોરીયા પુલ પાસે, પટેલ ટ્રાવેલ્સ ઓફીસ, જામનગરમાં આરોપી દિવ્યરાજસિંહ કે. સરવૈયા, રે. ધ્રોલ ગામવાળા એ ફરીયાદી મણીલાલની ઓફીસે જઈ ગાળો આપી ફરીયાદી મણીલાલને પ્લાસ્ટીકની લાડકી વડે ઓફીસની બહાર તથા ઓફીસની અંદર આવી હુમલો કરી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

સતાપર ગામ થી ચુર જવાના રસ્તે દારૂની બોટલ સાથે બે ઝડપાયા : એક ફરાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૧–ર૦ર૧ ના સતાપર ગામ થી ચુર ગામ જવાના રસ્તે આ કામના આરોપી અંકુરભાઈ દિનેશભાઈ કણસાગરા, નગાભાઈ જેઠાભાઈ મોરી, એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નાઈટ બ્લુ મેટ્રો લીકરની કુલ બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.૬૦૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી બીજલ રામા મોરી દારૂ પૂરો પાડનારની ધરપકડ બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રહેણાક મકાનમાંથી ૧ર બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૧–ર૦ર૧ ના કિશાન ચોક, ખીરા ગેરેજની સામે મકરાણી કબ્રસ્તાનની બાજુમાં આરોપી ઈરફાન માજીદભાઈ દરજાદા  એ પોતાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની કાચની શીલબંધ બોટલ નંગ–૧ર કિંમત રૂ.૬૦૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ પુરો પાડનાર આરોપી વિશાલ બાબુભાઈ મંગેની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:53 pm IST)