Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મતદાર યાદી સુધારણા માટે ૨૯,૧૭૬ ફોર્મ જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્રને મળ્યા

જૂનાગઢ. તા ૨૭: જિલ્લામાં હાલ મતદાર યાદી સુધારણા કામગીરી કાર્યરત છે. જેમાં વિશેષ કરીને યુવા મતદારો વિશેષ રસ રૂચી લઇ રહયા છે. ગત તા. ૧૪ અને ૨૧ નવેમ્બરના રોજ મતદાન મથક પર ખાસ ઝુંબેશ અંતર્ગત ફોર્મ નં.૬,૭,૮ તથા ૮-ક મળી કુલ-૨૯૧૭૬ ફોર્મ મતદાન મથકના બુથ લેવલ ઓફીસર દ્વારા સ્વીકારવામાં આવેલ હતા.

હવે પછી તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) તથા તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર) ના રોજ જિલ્લાના ૧૩૪૬ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ અંતર્ગત આ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે.જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રચિત રાજે અનુરોધ કર્યો છે.

તા.૨૬/૧૧/૨૦૨૧SSR-૨૦૨૨ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૨ ની લાયકાતની તારીખ સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ ૧૩૪૬ મતદાન મથક ઉપર ખાસ ઝુંબેશના ભાગરૂપે ફોર્મ નં.૬,૭,૮ તથા ૮-ક મળી કુલ-૨૯૧૭૬ ફોર્મ મતદાન મથકના બુથ લેવલ ઓફીસર દ્વારા સ્વીકારવામાં આવેલ હતા..

વધુમાં આ કાર્યક્રમ દરમ્યાન મતદાર પોતે જ મતદારયાદીમાં (૧)  Voter Helpline Application,   (2) WWW.NVSP.IN,  (3)  WWW.VOTERPORTEL.ECL.GOV.IN  દ્વારા મતદાર તરીકેની પોતાની તથા સંબધિતોની નોંધણી કરાવી શકશે. આથી જૂનાગઢ જિલ્લના નાગરીકો/તમામ ભાવી સંભવીત મતદારોને અપીલ કરતા જણાવવાનું કે,હાલની મતદારયાદી સુધારણા ઝુંબેશનો લાભ લઇ પોતાનું નામ મતદારયાદીમાં બીનચુક નોંધાવી પોતાની જવાબદાર નાગરીક તરીકેની ફરજ નિભાવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યુ છે.

(12:49 pm IST)