Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ધ્રોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત

મતદાર નોંધણી કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોને ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરીમાંથી મુકિત આપોઃ મામલતદારને આવેદન

ધ્રોલ, તા.૨૭: ભારત નિર્વાચન આયોગ દ્વારા હાલ ગુજરાતના મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને અંતર્ગત રાજયના તમામ blose કે જે મોટાભાગે પ્રાથમિક શિક્ષકોને જયારથી garudapp દ્વારા તમામ ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે blos દ્યણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેના કારણે નિયમ સમય મર્યાદિત આ કામગીરી કરવી અશકય લાગતી નથી જેથી આ કામગીરી અંતર્ગત ફોર્મ એકંદરે કરી ઓફિસ કક્ષાએ ડેટા એન્ટ્રી થાય તેમ કરવું અથવા દરેક ણુશ્રંસ્ન અને ઇન્ટરનેટ કનેકશન સાથે ટેબલેટ પૂરું પાડવું જેથી આ કામગીરી થઈ શકે આ ઉપરાંત પણ વિવિધ કારણોસર આ કામગીરી દ્વારા કરવી યોગ્ય ના જણાતા આ કામગીરી માટે અન્ય કોઈ વ્યવહાર ઉકેલ શોધવામાં આવે અને ણુશ્રંસ્નફૂ ની કામગીરી કરતા શિક્ષકોને કે garudapp કે અન્ય રીતે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી મુકિત આપવામાં આવે તો યોગ્ય રહેશે તમામ લોટ નક્કી કરેલ દિવસોના તમામ પ્રકારના ફોર્મ સ્વીકારવા તૈયાર છે પરંતુ તે તમામ ફોર્મ ની ઓનલાઈન કરવાની કામગીરી માટે નક્કી કરેલા દિવસો તમામ પ્રકારના ફોર્મ સ્વીકારવા તૈયાર છે પરંતુ તે તમામ ફોર્મ ની ઓનલાઈન કરવાની કામગીરી માટે મુશ્કેલીઓ પડે છે તે જોતા કામગીરી કરવી અસંભવ હોય તાલુકા પ્રાથમિક શિક્ષણ સંદ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

(12:48 pm IST)