Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

પોરબંદર જીલ્લાનાં શીશલી-વડાળા રોડની અતિ ભંગાર હાલતઃ વારંવાર અકસ્માતો

પોરબંદર, તા., ૨૭: જીલ્લા પંચાયતની મોઢવાડા સીટના સદસ્ય વનિતાબેન રામદેવભાઇ મોઢવાડીયા, મંજુબેન ભરતભાઇ  મોઢવાડીયા સહીત વડાળા તાલુકા પંચાયતના સભ્ય માલીબેન કરશનભાઇ મોઢવાડીયા વગેેરેએ રાજય સરકારને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે શીશલીથી વડાળાના  રોડની  હાલત અત્યંત ભંગાર છે.

ખખડધજ અને બિસ્માર બની ગયેલા આ રોડ ઉપરથી વાહનોને અવરજવરમાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક વખત વાહન અકસ્માત પણ થઇ રહયા છે. પુલ બનાવાયો છે તેની પાસેના રસ્તાનું ધોવાણ થઇ ગયું હોવાથી કાર જેવા વાહનો  ત્યાંથી પસાર થાય ત્યારે નીચેનો ભાગ તેમાં ભટકાઇ જાય છે. જેના કારણે નુકશાન થાય છે એટલુ જ નહી પરંતુ ટુ વ્હીલર ચાલકો તો સ્લીપ જ થઇ જાય છે. એક બાજુ રાજય સરકાર અને ભાજપના પદાધિકારીઓ કરોડો રૂપીયાના રસ્તાઓ મંજુર થયાના દાવાઓ કરી રહયા છે. પરંતુ બીજી બાજુ રસ્તાની ગુણવતા અંગે વાત આવે ત્યારે તંત્ર મૌન બની જાય છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:51 am IST)