Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

હળવદમાં હિન્દુ યુવાનોએ મુસ્લિમ દીકરીનો કરિયાવર કરી સાસરે વળાવી

હળવદનું ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા મુસ્લિમ પરિવારની વ્હારે આવ્યું

 ( દીપક જાની દ્વારા )હળવદ,તા.૨૭ : નગર માં કોમી એકતાની મિશાલ જોવા મળી .જેમાં હળવદમાં રહેતા અને સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા મુસ્લિમ પરિવારની દીકરીના લગ્ન છે પણ  આર્થિક સ્થિતિને ખરાબ હોવાને કારણે લગ્નના ખર્ચેને પહોંચી વળે એમ ન હોવાથી માનવ સેવા માટે હરહંમેશ અગ્રેસર રહેતું હળવદનું ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ આ પરિવારની વ્હારે આવ્યું હતું અને મુસ્લિમ દીકરીનો કરિયાવર લઈ આપવામાં આવ્યો હતો

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા  એક જરૂરિયાતમંદ ફકીરની દીકરીને કરિયાવર આપવામાં આવ્યો હતો.જેમાં એક જરૂરિયાતમંદ પરિવારની દીકરી ના થોડા સમયમાં લગ્ન થવાના છે અને આ લગ્નનો ખર્ચ ઉપાડવા માટે એ પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી એવું ગ્રુપના ધ્યાનમાં આવતા આ પરિવારની દીકરીને દાતાઓના સહયોગથી કરિયાવર આપવાનું નક્કી થયું હતું. દરેક માતા-પિતાનું એક સપનું હોય છે કે પોતાની દીકરીને ખુબ જ ધામધૂમથી અને જરૂરી કરિયાવર આપીને હશી ખુશી થી હસતા મોઢે વિદાય આપવી. પરંતુ આ દીકરીના માતા-પિતા આર્થિક રીતે સક્ષમ ન હોવાની વાત ગ્રુપના ધ્યાને આવતા આ પ્રોજેકટ અંતર્ગત દીકરીને કરિયાવર આપવામાં આવ્યો હતો.

 જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે એ ઉકિત મુજબ આ દીકરીને એની પસંદગી મુજબનો કરિયાવર આપવામાં આવ્યો હતો અને આ કરિયાવર મેળવીને દીકરીના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો. વર્તમાન સમયમાં સ્ત્રી સશકિતકરણની વાતો થાય છે એ ખરેખર સત્ય છે કારણ કે આ પ્રોજેકટ ઉપરથી આપણે જાણીએ છીએ  કે, સ્ત્રી સશકિતકરણની વાતો જ નહીં પણ લોકો આમાં માને છે પણ ખરા એટલે જ એક જ દિવસમાં કરિયાવર માટેનું દાન દાનેશ્વરી દાતાઓના સહયોગ પ્રાપ્ત થયું. દીકરો તો ભણીને એક પરિવારને તારે છે જ્યારે દીકરી ભણીને બે પરિવારને તારે છે એટલે તો કહેવામાં આવે છે.બેટી બચાવો, બેટી પઢાવો,દીકરો દીકરી એક સમાન છે. 

(11:46 am IST)